તલોદમાં ચેક રિટર્ન કેસના બે બનાવમાં બે આરોપીને કેદ - At This Time

તલોદમાં ચેક રિટર્ન કેસના બે બનાવમાં બે આરોપીને કેદ


તલોદમાં ચેક રિટર્ન કેસના બે બનાવમાં બે આરોપીને કેદ

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા)

તલોદની સિવિલ કોર્ટે ચેક રિટર્નના ગુનાના બે અલગ અલગ કેસમાં બે આરોપી કસૂરવાર ઠેરવીને કેદ અને વળતર દંડની સજા ફટકારી હતી.જેમાં એક આરોપીએ બાલીસણા ગ્રૂપ સેવા સહકારી મંડળીમાંથી અને બીજા આરોપીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન લીધી હતી.જેની વસુલાત સામે આપે ચેક તેઓના | ખાતામાં બેલેન્સ નહિ હોવાથી પરત ફર્યા હતા.બાલીસણા ગ્રુપ સેવા સહકારી મંડળના ધિરાણ ક્લાર્ક હિતેન્દ્રસિંહ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓની મંડળીમાંથી રમેશ સિંહ દોલત સિંહ ચૌહાણ (રહે અણખોલ તા .તલોદ)એ લીધેલી લોન (ધિરાણ)ના નાણાં પરત ભરવા સમયાંતરે આપેલા ચેક મંડળીએ ખાતામાં ભરતાં તે અપૂરતા બેલેન્સના અભાવે પરત ફવી હતો.જેથી રમેશ સિંહ ચૌહાણ સામે તલોદની જ્યુડી.મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કયી હતો .ફરિયાદી મંડળી તરફે એડવોકેટ રાજેશ એચ.પંડયા હાજર રહ્યા હતા.જેઓની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી રમેશ સિંહ ચૌહાણને દોષિત ઠેરવી ને ૧ વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદી એવી મંડળીને તેઓ રૂ.૩ લાખ ૪ હજાર ૧૩૦ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.વળતરની (ધિરાણ) કોર્ટે કર્યો છે. અન્ય બનાવમાં એક કેસ
તલોદની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજર મૃણાલ દવેએ પ્રાંતિજ તાલુકાના સદાના મુવાડા ગામના ધિરાણ લઈ ચૂકેલા ભીખાજી શનાજી રાઠોડ સામે દાખલ કર્યો હતો.ભીખાજીએ સ્ટેટ બેંક તલોદ શાખામાંથી લોન લીધા બાદ ધિરાણની વ્યાજ સહિત ચૂકતે કરવાની રકમ નહિ ભરતાં તેઓ મુદત વીતી બાકીદારોની યાદીમાં ધકેલાઈ ગયા હતા. બેન્કે ના છૂટકે તેમની પાસેથી ચેક મેળવીને બેન્કમાં ભરતાં તે અપૂરતા બેલેન્સના શેરા સાથે પરત ફર્યો હતો.જેથી આરોપી ભીખાજી રાઠોડ સામે ચેક રિટર્નના ગુના સંદર્ભે કેસ દાખલ કર્યો હતો.જ્યાં બેન્ક તરફે હાજર રહેલા એડવોકેટ આર. એચ પંડયાની રજૂઆતોને સાંભળી આખરી હુકમમાં તલોદની કોર્ટના જયુડિ.મેજી. ફર્સ્ટ ક્લાસ વિનય વી.શુક્લાએ ભીખાજીને ૧ વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદી બેન્કને રૂ ૧ લાખ ૯૩ હજાર ફરિયાદી સ્ટેટ બેકને વળતર પેટે ચૂકવી દેવા પણ હુકમ કર્યો છે. તે વળતર ની રકમ નહિ ચૂકવાય તો બીજી એક માસની સાદી કેદની સજાનો પણ હુકમ કોર્ટે કર્યો છે.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.