ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી એક આરોપીને દેશી બનાવટની બંદુક તથા મોટર સાયકલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,
સાબરકાંઠા જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે જીલ્લામાં આદર્શ આચાર સંહિતાની અમલવારી કરાવવા તથા એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી.એ.જી.રાઠોડ એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ ઇડર પો.સ્ટે. વિસ્તારના એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ બ.નં-૫૧૯ નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે ઇડર તાલુકાના પાંચ ગામડા ગામની સીમમાં ડુંગળની તળેટીમાંથી આરોપી અમલકુમાર દિનેશભાઈ નાડા રહે. હનુમાન મંદિરની પાસે, કિશનગઢ તા.ભિલોડા જી.અરવલ્લી
વાળાના કબજા ભોગવટામાંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક કિ.રૂ.૫,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધમાં ઇડર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ
(૨) વા.ઓ. વિશાલ નંદલાલ
(૩) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ
(૪) આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ
(૫) ડ્રા.પો.કોન્સ. સુનિલ જયંતિલાલ
રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.