એક જૂનથી સાગરખેડૂ નું દરિયાઇ વેકેશન - At This Time

એક જૂનથી સાગરખેડૂ નું દરિયાઇ વેકેશન


એક જૂનથી સાગરખેડૂ નું દરિયાઇ વેકેશન

તા.૧/૬ થી ૩૧/૭ સુધી ૬૧ દિવસ દરિયામાં માછીમારી પર પ્રતિબંધ : જાફરાબાદ મત્સ્યોદ્યોગ કચેરી એ પરિપત્ર બહાર પાડી જાણ કરી

ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે સાગરખેડૂઓ સમુદ્રના પેટાળમાંથી રાત દિવસ એક કરીને આંધી તુફાન વાયુ પવન અને વરસાદી આફત કે પછી તુફાની આફતો સામે હિંમત ભેર દરિયો ખેડી કિંમતી માછલીઓને મારી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન સાગરખેડૂઓ દસ મહિના દરમિયાન ફિશિંગ મધદરિયે કરે છે. અંદાજીત એક થી બે મહિના સુધી ચોમાસાને ધ્યાને લઇ ફિશિંગ પર પ્રતિબંધ હોય છે. આ સમયગાળો સાગરખેડૂઓ પોતાના પરિવારમાં સામાજિક કાર્યોમાં વેસ્ટ રહી વેકેશનનો સમય હોય છે.ચોમાસુ નજીક હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ સાગરખેડૂ ઓ નું દરિયાઇ વેકેશન જાહેર કરાયું છે. મત્સ્યોદ્યોગ કચેરીએ બહાર પાડેલા પરીપત્ર માં ફિશિંગ બન સમય ગાળામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. તેમજ માછીમારો એસોસિયેશન અને આગેવાનોને દરિયાઇ વેકેશન બાબતે જાણ કરવામાં આવી છે. ભારત સરકાર ના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારિત પત્ર -૩ થી તેમજ વડી કચેરી ગાંધીનગર આધારિત પત્ર-૪ થી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ( ઇન્ડિયન એસક્યુઝિવ ઈકોનોમિક ઝોન) માં પશ્ચિમ દરિયાકાંઠા ના આંતરદેશીય તથા પ્રાદેશિક વિસ્તારમાં ૬૧ દિવસના સમયગાળા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા.૧ જુનથી ૩૧ જુલાઈ એટલે ૬૧ દિવસ સુધી ફિશિંગ પર પ્રતિબંધનો આદેશ કરાયો છે. જેને ધ્યાનમાં લઈ જિલ્લામાં તા. ૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી તમામ યાંત્રિક ફોટો હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાફરાબાદ લાઇટ હાઉસ રોડ ઉપર આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. કે , આગામી તા. ૧ જૂનથી માછીમારી પર પ્રતિબંધ મુકેલ હોય ઓનલાઇન સોફટવેર માં ટોકન લઈ ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમાંમ બોટની કોટનની રિટર્ન એન્ટ્રી તા. ૩૧ મેં સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે આ પ્રતિબંધ માંથી નોન - મોટરાઈઝડકાફટ( લાકડાની બિનયંત્રિક એક લડડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યાં છે. આ આદેશ નો ભંગ કરનાર ઉપર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા ૨૦૦૩ ની કલમ ૬/૧( ટ) ના ભંગ બદલ કલમ-૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર ઠરશે આમ જાફરાબાદ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા માછીમારી પ્રતિબંધ સમય દરમિયાન માછીમારી કરવા દરમિયાન પ્રવેશ કરશે તો તેમનાં વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે તેવો આદેશ કરાયો છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.