પુંસરી અસ્થિ બેંકમાં ચાલુ વર્ષે 150 અસ્થિ જમા થયેલ મળ્યા આગામી 24/5/2024 ના રોજ હરિદ્વાર ખાતે ગંગાજીમાં વિસર્જન કરવામાં આવશે
પુંસરી અસ્થિ બેંકમાં ચાલુ વર્ષે 150 અસ્થિ જમા થયેલ મળ્યા આગામી 24/5/2024 ના રોજ હરિદ્વાર ખાતે ગંગાજીમાં વિસર્જન કરવામાં આવશે
રીપોર્ટ: તૃષારકુમાર જોષી દ્વારા તલોદ - સાબરકાંઠા
પુંસરી ગામે 17 વર્ષથી ચાલતી વિનામૂલ્ય અસ્થિ બેંક ને 22/4/23 થી 18/5/24 વચ્ચેના એક વર્ષના ગાળા માટે આજે ખોલવામાં આવતા 150 અસ્થિ મળેલ છે .આ અસ્થિને 24/5/24 ના રોજ અસ્થિ બેંકના સંચાલક નરેન્દ્ર પટેલ દ્વારા અસ્થિ ઘાટ ગંગા કિનારે હરી દ્વાર વિસર્જિત કરાશે. અસ્થિ બેંક સ્મશાન ગૃહ, પુંસરી ખાતેથી દરેકને અસ્થિ મળ્યા ની ટપાલ પણ મોકલવામાં આવી છે. 17 વર્ષથી ચાલતી આ અસ્થિ બેંકમાં 2850 જેટલા અસ્થિ અત્યાર સુધીમાં વિસર્જિત કરાયા છે.ગુમાવેલા સ્વજન પાછળ જે લાકડું અગ્નિસંસ્કાર માટે વપરાય છે તેના માટે અને પર્યાવરણ સુદ્ધિ માટે બે વૃક્ષ વાવવાની ફરજ પાડવામાં આવે છે 24/ 5/ 24 ના રોજ ગંગાજી ગાટે અસ્થિ વિસર્જનનુ નરેન્દ્ર પટેલના facebook થી બપોરે 12:00 વાગે લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેથી અસ્થિ મુકનાર સ્વજનો જોઈ શકશે. અસ્થિ બેંકના સંચાલક નરેન્દ્ર પટેલ વિનામૂલ્ય આ સેવા કરે છે અને સેવાની તક આપવા બદલ બધાનો આભાર માન્યો હતો. અસ્થી બેંક ખોલવા માં પુંસરી ના રમેશ પ્રજાપતિ, અમરતભાઈ બારોટ, નરસિંહ ભાઈ વણકર, રાણાજી વણજારા ,રાજુ ભાઈ પરમાર ,જશુભાઈ પટેલ, જીગર પ્રજાપતિ ,મનું ભાઈ પટેલ જોડાયા હતા.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.