કુવાડવા રોડ પર શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકીમાં નવ માસનો બાળક ગરકાવ થયો: મોત - At This Time

કુવાડવા રોડ પર શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકીમાં નવ માસનો બાળક ગરકાવ થયો: મોત


રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં રમતાં રમતાં નવ માસનો માસૂમ બાળક પાણીની ટાંકીમાં પડ્યા બાદ પાણીમાં ગરકાવ થતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવથી નેપાળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા રોડ પર મારૂતિનગર મેઈન રોડ પર આવેલ શાલિગ્રામ શિલ્પ એપાર્ટમેન્ટમાં નીચે આવેલ ઓરડીમાં રહી ચોકીદારી કામ કરતાં કમલભાઈ બુઢાનો નવ માસનો પુત્ર સંદિપ ઘર પાસે રમતો હતો ત્યારે ત્યાં નજીકમાં જ આવેલ પાણીની ટાંકીમાં પડ્યો હતો. માસૂમ બાળક પાણીમાં ગરકાવ થતાં બેભાન થઈ ગયો હતો. બાદમાં પરિવારજનોએ બાળકની શોધખોળ હાથ ધરતાં બાળક ટાંકીમાંથી બેભાન મળી આવતાં તેને સારવારમાં જનાના હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ અમીતા બકુત્રા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતક બાળકનો પરીવાર મૂળ નેપાળનો વતની છે. ગઈકાલે બાળકના માતા પિતા કામમાં વ્યસ્ત હતાં ત્યારે રમી રહેલ બાળક અચાનક ટાંકીમાં ભરેલ પાણીમાં ગરકાવ થયા બાદ મોતને ભેંટતા આક્રંદ સાથે શોક છવાયો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.