અંજાર તાલુકા ના હીરાપર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર નું 24મુ પાટોત્સવ યોજાયો
અંજાર તાલુકા ના હીરાપર ગામે સ્વામિનારાયણ મંદિર નું 24મુ પાટોત્સવ યોજાયો
અંજાર તાલુકાના હીરાપર ને આંગણે ભવ્યાતિભવ્ય ઉત્સવ ઉજવાયો
હીરાપર ગામનુ તોરણ બંધાયો એને આજે 96 વર્ષ પુરા થયા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હીરાપર માં શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજમાન નરનારાયણ દેવ રાઘાકુષ્ણ ભગવાન અને શ્રી ઘનશ્યામ મહારાજ ને આજે 95 વર્ષ પુરા કરીને 96 માં વર્ષ માં મંગલ પ્રવેશ થયો છે ત્યારે 96 મુ વાર્ષિક ઉત્સવ ઉજવવા આવ્યું છે ભુજ અને અંજાર શ્રી સ્વામિનારાયણ મંદિર થી ઘણા બધા વડીલ મોટેરા સંતો પધાર્યા હતા સાથે સાથે જુવાન સંતો પણ મોટા સંતો ની સેવામાં પધાર્યા હતા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સંતો ને રથ ઉપર બેસાડી ને હીરાપર જેવા નાના નગર માં નગરયાત્રા ઉર્ફે શોભાયાત્રા નીકળી હતી ભગવાન ના ભજન કીર્તન સાથે હીરાપર ગામના અઢારે વર્ણના લોકો જોડાયા હતા શોભાયાત્રા ને મંદિર ના પ્રવેશદ્વાર પાસે નાની નાની બાલિકાઓ દ્વારા સંતો મહંતો ના સામૈયા કરવા મા આવ્યા હતા દર વર્ષે ના રૂટીગં નિયમ પ્રમાણે સવારે શોભાયાત્રા પછી સંતો ના આશીર્વાદ પછી ભગવાન ને અભિશેક પછી મહા આરતી અનકોટ અને છેલ્લે મહાપ્રસાદ શોભાયાત્રા માટે રથ શણગારી એના ઉપર સંતો મહંતો ને બેસાડી ને નગરયાત્રા કરાવવા માટે નુ ચડાવો હરિ ભાઈ બીજલ ભાઈ માતા ના ફાળે આવ્યો હતો અન્ય બીજા બે ચળાવા હતા એક અભિષેક નુ અને બીજુ મહાઆરતી નુ એ ચડાવા ના દાતા સાંખ્યોગી બેનો હતા અને હસ્તે નવિન ભાઈ સામજી ભાઈ ઢીલા હતા હીરાપર ના આમંત્રણ ને માન આપી ને દરેક ગામોમાં થી હરિભક્તો પધાર્યા હતા દુધઈ નવાગામ કોટડા ચાંદરાણી ઢાણેટી રતનાલ યોગીનગર ખોખરા ચંદ્રનગર મોડસર જવાનગર વગેરે ગામોમાં થી હરિભક્તો પધાર્યા હતા અને હીરાપર ગામ તરફથી દરેક મહેમાનો નુ સન્માન સ્વાગત કરવામાં આવ્યુ હતું 96 વર્ષ માં પાંચમું મંદિર છે છેલ્લા નવા મંદિર નુ આ 24 મુ વાર્ષિક પાટોત્સવ હતુ હીરાપર ગામના દરેક હરિભકતો ને સાધુ સંતો એ ખુબ હેતથી ઘણા બધા આશિર્વાદ આપ્યા હતા છેલ્લે મહાપ્રસાદ લઈ ને બધા છુટા પડ્યા હતા જય શ્રી સ્વામિનારાયણ
રિપોર્ટ -રિપોર્ટ -દિપક આહીર
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.