જસદણ પંથકમાં આટકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો: લાઈટ પોલ, વૃક્ષો, મકાન, હોટેલ રેસ્ટોરન્ટ સહિતને નુકશાની
જસદણ-સરધાર પંથકમાં ફક્ત બે કલાકના જોરદાર પવન ફૂંકાયાની સાથે વરસાદે ચોતરફ નુકસાન વધાર્યું. ગઈ કાલે 5 વાગ્યે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી ફરી વળતા ખેડૂતોનેં નુકસાન વેઠવું પડશે તેવું લાગે છે. કારણ કે સતત બે દિવસથી 5 વાગ્યાના સુમારે પહેલા જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે અને ચોતરફ અફરાતફરી મચી રહી છે. આટકોટ-વીરનગર હાઇવે પર વૃક્ષો વિજળીના ટ્રાન્સફોર્મર સહિત નીચે ધરાશયી થયા તેમજ સ્ટ્રીટ લાઈટના થાંભલા પડ્યા હતા. તેમજ ખેતરોમાં પાણી ભરાઇ ગયા. જસદણ પંથકમાં અમુક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો હતો, તેમા 3 કલાક વિજળી ગુલ થઈ હતી.જસદણ આટકોટ તેમજ સરધારમાં ભારે પવન સાથે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડુતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. તલ બાજરો જુવાર માં ભારે નુકસાની થઈ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.