શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા બિઝનેસમીટ નું આયોજન કરવામાં આવેલ. - At This Time

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા બિઝનેસમીટ નું આયોજન કરવામાં આવેલ.


શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા બિઝનેસમીટ નું આયોજન કરવામાં આવેલ.

શ્રી વઘાસિયા પરિવાર સુરત દ્વારા ગત તારીખ ૧૬.૦૫.૨૦૨૪ ના રોજ કાપોદ્રા ખાતે એક હોટલમાં યુવા બિઝનેસમેનો માટે બિઝનેસ સેમીનાર આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા વઘાસીયા બીઝનેસ ક્લબ ના ચેરમેન શ્રી આશિષભાઈ વઘાસીયા જણાવેલ કે વઘાસીયા પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની સિલ્વર જ્યુબીલિ વર્ષ તરીકે ઉજવણી ચાલી રહી છે તે અંતર્ગત પરિવારના યુવા બિઝનેસમેનો માટે ટેકનોલોજી ને બીઝનેસ સાથે કઈ રીતે જોડી શકાય અને ટેકનોલોજી ના માધ્યમ થી બીઝનેસ ને કઈ રીતે સહેલાય થી આગળ વધારી શકાય ઉપરાંત ઓફીસ ને કઈ રીતે ઓટોમેશન પર લઇ જઈ શકે તે માટે ગુગલ ક્લાઉડ પાર્ટનર, ટેકનોલોજીના માસ્ટર અને જાણીતા ટેકનોલોજી ટ્રેનર શ્રી કોમલકુમાર શાહ (નવસારી) દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે ગૂગલના વિવિધ ઉપયોગો તેમજ તેમાં રાખવી પડતી કાળજી અંગે ઝીણવટ ભરી માહિતી આપેલ. સેમીનાર ની શરૂઆત ઉપસ્થિત તમામ બીઝનેસમેન દ્વારા પરિચય થી કરવામાં આવેલ ત્યાર બાદ પ્રમુખ શ્રી ડો.જગદીશ વઘાસિયા એ શાબ્દિક સ્વાગત થકી તમામ નું સ્વાગત કરેલ, કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પરિવારના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ ડો જગદીશ વઘાસિયા તેમજ મહામંત્રી શ્રી નિખિલ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ શ્રી.આશિષ વઘાસિયા તેમજ શ્રી જગદીશ વઘાસિયા (બકાજી) દ્વારા કરવામાં આવેલ. સેમીનાર માં પરિવાર ના યુવા પ્રમુખ શ્રી નીતિન વઘાસિયા, યુવા મહામંત્રી શ્રી પરેશ વઘાસિયા તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી કેશુભાઈ વઘાસિયા તેમજ શ્રી વિનુભાઈ વઘાસિયા ઉપરાંત અન્ય ટ્રસ્ટીશ્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા બીઝનેસમેન સહીત પરિવાર ના ૭૦ કરતાં વધારે યુવા બિઝનેસમેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.

Dr.Jagdish Vaghasiya President Shri Vaghasiya Parivar surat


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.