કમોસમી વરસાદ અને પવનના કારણે કેરીના પાકને નુકસાન
આજે પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો: પવન કારણે કેરીનો કેટલોક પાક ખરી ગયો
પોરબંદર સહિત રાજયભરમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકતા ખેતીના પાકને ભારે નુકશાન થયુ હતુ. ભારે પવન ફૂંકાતા પોરબંદરના બરડા પંથકમા કેરીનો પાક ખરી જતા આજે ગુરૂવારે કેરીના બોકસની આવક ઘટી હતી આજે માત્ર 4500 બોકસની આવક જોવા મળી છે
છેલ્લા એક સપ્તાહથી કેસર કેરની આવકમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા કેરીની આવકમા ઘટાડો જોવા મળ્યો છે. બરડા પંથકના ગામોમા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકશાન થયુ છે આજે પોરબંદરના બરડા પંથકની કેસર કેરીની આવકમા
ઘટાડો જોવા મળ્યો હતો આજે" - માર્કેટીંગ યાર્ડમા બરડા પંથકની કેસર કેરીના 3000 બોકસની આવક જોવા મળી હતી તેનો ભાવ રૂ.500થી 1200 જેવો રહ્યો હતો જયારે ગીરની કેસર કેરીની આવક 1500 બોકસની જોવા મળી હતી જેનો ભાવ રૂ.500થી 1000 જેવો રહ્યો હતો પવનને કારણે કેરીનો કેટલોક પાક ખરી ગયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.