રાજુલા તાલુકાના ધારાનાંનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થતાં તેમના પાર્થિવ દેહ રાજુલા લાવવામાં આવ્યો..
રાજુલા તાલુકાના ધારાનાંનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થતાં તેમના પાર્થિવ દેહ રાજુલા લાવવામાં આવ્યો..
ધારા ના નેસના રહેવાસી રવિરાજભાઈ ભવનુભાઈ ધાખડાં જે રાજુલા નજીક આવેલા ધારાનું નેસ ના વતની છે ને તેઓ જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા જેની ઉંમર 28 વર્ષ છે આઠ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓ તેમના પિતાશ્રીને માત્ર એક જ પુત્ર છે અને ચાર બહેનો છે રવિરાજ ભાઈ ના લગ્ન માર્ચ 2024 માં થવાના હતા પણ ત્યાં તબિયત ખરાબ થવાના કારણે ફેબ્રુઆરી 24 માં લશ્કરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સારવાર ચાલુ હોવાથી તેમના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા પણ તેઓને વધારે તબિયત બગડતા બે દિવસ પહેલા અવસાન થયું તેમના પાર્થિવ દેહને આજે રાજુલા લાવવા માં આવેલ છે જે રાજુલા સવારે 8.00 કલાકે 30 આર્મી જવાનો ની ટીમ તેમજ આર્મી ના અનેક અધિકારી સાથે સ્પેશિયલ આર્મી ના વાહનમાં લાવવામાં આવેલ જે રાજુલા પુંજા બાપુ ગૌશાળામાં થી એમની સ્મશાન યાત્રા રાજુલા થી ધારા નો નેસ ગામે લઈ જવામાં આવેલ ત્યારે આ સ્મશાન યાત્રા શહેરના તમામ સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયેલા સાથે સાથે વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ વગેરે પણ હાજર રહી અને તેમને શ્રદ્ધાંજલિ આપેલી ત્યારબાદ હજારોની માનો ઉમેદ ની વચ્ચે આ સ્મશાન યાત્રા તેમના ગામ ધારાનાનેસ ખાતે પહોંચેલી અને લશ્કરના જવાનો દ્વારા સલામી આપવામાં આવેલ રવિભાઈ ના
અચાનક અવસાન થવાથી નાનાએવા ગામ માં ભારે ગમગીની છવાઇ ગયેલી જોવા મળી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.