મોડાસા જે. બી. શાહ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન 100 વધુ બાળકો કેમ્પ નો લાભ લિધો - At This Time

મોડાસા જે. બી. શાહ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન 100 વધુ બાળકો કેમ્પ નો લાભ લિધો


જે. બી. શાહ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન
મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તારીખ 6 /5 /24 થી 12/ 5/ 24 સુધી ધોરણ 1 થી 5 ના બાળકો માટે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ બાળકોમાં રહેલી તર્કશક્તિ, આત્મવિશ્વાસ તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુનો હતો. આજે બાળકો મોબાઇલ અને બીજા ઘણા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરે છે ઘણી વખત તેની વિપરીત અસર થાય છે પરંતુ બાળકો જૉ આ બધી પ્રવૃત્તિઓમાં જોડાય તો તેમનામાં અભ્યાસની સાથે સાથે તેમની શક્તિઓ બહાર આવે છે. આ કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, બેસ્ટ ફ્રોમ વેસ્ટ, સર્જનાત્મક, હોર્સ રાઇડિંગ, સુલેખન, માટીમાંથી રમકડા બનાવવા , ડાન્સ વગેરે પ્રવૃત્તિઓ શાળાના શિક્ષકોના સહકારથી કરવામાં આવી હતી. જેમાં 100 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિ.શાહ, મંત્રી શ્રી ડોક્ટર ઘનશ્યામભાઈ શાહ, પરેશભાઈ બી મહેતા, શ્રી ધીરજભાઈ પ્રજાપતિ, તેમજ મોડાસાના જાણીતા ગાયનેક વિભાગના ડોક્ટર જલ્પાબેન શાહ , મંડળના તમામ પદાધિકારીઓએ આ સમર કેમ્પની પ્રવૃત્તિઓને બિરદાવી હતી શાળાના આચાર્ય દિપકભાઈ એન મોદી, શિક્ષકો, સેવકો , વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમાપન સમારોહમાં વાલીઓ તરફથી સમર કેમ્પમાં શું સારું કરી શકાય તે માટેના સૂચનો પણ લેવામાં આવ્યા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.