સોનાના દાગીના તથા રોકડા મળી કિ.રૂ.૪,૪૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૨૪ કલાકમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ઉમરાળા પોલીસ - At This Time

સોનાના દાગીના તથા રોકડા મળી કિ.રૂ.૪,૪૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૨૪ કલાકમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ઉમરાળા પોલીસ


ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા તથા સ્ટાફના ટ્રાવેલ્સમાં બેસેલ ગીતાબેન વા/ઓ નરેશભાઇ ભીંગરાડીયા રહે.ટીંબી તા.ઉમરાળા વાળા સુરત થી ટીંબી આવવા સારૂ પ્રાઇવેટ લક્ઝરી બસ મા બેસેલ અને ટીંબી ઉતરેલ ત્યારે તેઓને પોતાનુ પર્સ તેમા રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથે નુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે અંગે તેઓએ ઉમરાળા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ હોય જેઓની ફરિયાદ પરથી ઉમરાળા પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૯૨૪૦૧૭૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ હોય અને સદરહુ ગુન્હો વણશોધાયેલ હોય જે શોધી કાઢવા સારૂ તપાસમા હતા તે દરમ્યાન ગહન તથા સચોટ તપાસમા મુસાફરો તથા ડ્રાઇવર તથા કંડકટરની યુક્તી પ્રયુક્તી થી પૂછપરછ કરી તપાસ કરતા સદરહુ તપાસમા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ તપાસ ના આધારે પો.સબ.ઇન્સ.એમ.આર.ભલગરીયા નાઓને બાતમીરાહે હકીકત મળેલ કે ટ્રાવેલ્સ મા ફરિયાદી બહેન સાથે મુસાફરી કરતા એક બેન સદરહુ ચોરીમાં સંડોવાયેલ હોય તેઓની યુક્તી પ્રયુક્તી થી પુછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને પોતે ગુન્હાનો એકરાર કરેલ અને તેને અટક કરી તેની આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ ચોરીમા ગયેલ મુદ્દામાલ રંઘોળા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે આવેલ કાંટાની વાડમા પર્સ સંતાડેલ હોવાનુ જણાવતા સદરહુ જગ્યાએ તપાસ કરતા પર્સ તથા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી આવતા તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ પકડાયેલ આરોપીઓ:-જ્યોત્સનાબેન ડો/ઓ રમેશભાઇ વસાવા ઉ.વ.૨૯ રહે.હીરાપુર તા.વાલિયા જી.ભરુચ કબ્જે કરેલ મુદામાલ (1)એક સોનાનુ મંગળસુત્ર પાંચ તોલાનુ કિ.રૂ.૩,૫૦,૦૦૦/-(2) સોનાની વીંટી નંગ-૦3 કિ.રૂ. ૭૦,૦૦૦/-(૩)રોકડા રૂપીયા ૨૪,૫૦૦/-શોધી કાઢવામા આવેલ ગુન્હાઓ ઉમરાળા પો.સ્ટે ૧૧૧૯૮૦૫૯૨૪૦૧૭૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ.એમ.આર.ભલગરિયા તથા Asi એચ.એચ.દવે તથા પો.કોન્સ યુવરાજસિંહ વીક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહિલ તથા પો.કોન્સ મહેશભાઇ રમેશભાઇ ગઢવી તથા મહેન્દ્રસિંહ વનરાજસિંહ તથા પો.કોન્સ જગદીશસિંહ કનકસિંહ વિગેરે નાઓ જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.