રાજકોટ: પારડી ગામમાં અનુસૂચિત જાતી સમાજના સ્મશાનમાં મોટા પ્રમાણમાં બેદરકારી જોવા મળી રહી છે તેને લઈને આવેદનપત્ર પાઠવ્યું. - At This Time

રાજકોટ: પારડી ગામમાં અનુસૂચિત જાતી સમાજના સ્મશાનમાં મોટા પ્રમાણમાં બેદરકારી જોવા મળી રહી છે તેને લઈને આવેદનપત્ર પાઠવ્યું.


રાજકોટ જિલ્લાના પારડી ગામમાં અનુસૂચિત જાતી સમાજ દ્વારા પારડી ગામમાં આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ તેમજ અન્ય જરુરી સુવિધા આપવામાં આવતી ન હોય, તેમજ આસપાસ અને સ્મશાનમાં અંદર ખુબજ મોટા પ્રમાણમાં ગંદગી રહેલી હોય અને સ્મશાનમાં કચરો ઠાલવવામાં આવતો હોય. તેથી સ્મશાન યાત્રા દરમિયાન અંતિમવિધી દફનવિધી વખતે ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોવાના લીધે આજે ગ્રામપંચાયત કચેરી પારડી ખાતે તલાટી મંત્રીને ઉપરોક્ત હાલાકી દૂર કરવા અંગે આજ રોજ બુધવાર ને તારીખ 15/05/2024 ના રોજ પારડી ગ્રામ પંચાયત ખાતે પારડી ગ્રામ જનો સાથે રહી પારડી અનુસૂચિત જાતિના સ્મશાન બાબતે પારડી ગ્રામ પંચાયતમા સરપંચ તેમજ મંત્રી સાહેબ ને સમાજીક આગેવાન નરેશભાઇ બગડા અનિલભાઈ ચાવડા હાર્દિકભાઈ જાદવ તેમજ પારડી ગ્રામ જનો દ્વારા આવેદન પત્ર પાઠવવા આવ્યું તેમજ પારડી ગ્રામ જનો ના પ્રશ્ન નો ઉકેલ નહિ આવે તો આગામી દિવસો મા ઉગ્ર રજુઆત સાથે ધરણા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તો પારડી ગામ ના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ધરણા કરવામાં આવશે .


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.