રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની રીક્ષામાં હેરાફેરી કરતા ઇસમોને રીક્ષા સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૨,૩૯,૪૭૨/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઈ તથા આ.હે.કો. સનતભાઇ તથા આ.હે.કો. કમલેશસિંહ તથા અ.હે.કો. અમરતભાઈ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઈ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૧૫/૦૫/૨૦૨૪ના ઇડર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન આ.પો.કો પ્રકાશભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, "એક પીળા કલરની સી.એન.જી.રીક્ષા નંબર-GJ-27-TE-4661 માં ચાલક ઇસમ ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભીલોડા-મુડેટી પાટીયા થઇ ઇડર તરફ આવનાર છે જેનું પાયલોટીંગ એક કાળા કલરની સુઝુકી કંપનીની એવીએનેસ સ્કુટી રજી.નં.GJ-01-VJ-3233 નો ચાલક કરે છે.” જે બાતમી હકીકત આધારે મુડેટી પાટીયા હાઇવે રોડ ઉપર ભીલોડા તરફથી આવતા વાહનોની વોચમાં હતા દરમ્યાન ભીલોડા તરફથી બાતમી મુજબની સ્કુટી તથા રીક્ષા આવતાં રીક્ષામાં ચેક કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે કુલ બોટલ નંગ-૩૦૦ કિં.રૂ.૩૩૯૭૨/ -તથા રીક્ષાની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા સ્કુટી કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એન્ડ્રોઇડ મો.ફોન કિ. રૂ.૫૦૦૦/- તથા કી પેઇડ મો.ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨૩૯૪૭૨/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ઇડર પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૯૦૨૦૨૪૦૫૯૪/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એએ. ૮૧ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.