માધવપુરમાંથી ધો.૧૦ અભ્યાસ કરેલો બોગસ ડોક્ટર ઝડપાયો
પોરબંદર તાલુકાના માધવપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. પોરબંદર જિલ્લા એસ ઓ જીને મળેલી બાતમીના આધારે માધુવરમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે. લોકોના આરોગ સાથે છેડા કરનાર તબીબને ઝડપી લઇ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
*માધવરાય મંદિર કન્યા શાળા પાસેથી બોગસ તબિબ ઝડપાયો : આરોપી માત્ર ૧૦ ધોરણ અભ્યાસ કરેલો !*
પોરબંદર જિલ્લામાંથી વધુ એક વખત બોગસ તબિબ ઝડપાયો છે.પોરબંદર જિલા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના અને એસ ઓ જીના પીએસઆઇ આર પી ચુડાસના માર્ગદર્શનમાં પોરબંદર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને મળેલ હકીકતના આધારે માધવપુરમાં કન્યા શાળા નજીક રેઇડ દરમીયાન બોગસ તબીબ રંગેહાથે ઝડપાયો હતો. આ તબીબનું નામ ભગવાનજી કારિયા છે જે છેલ્લા નવ એક માસથી પ્રેક્ટિસ કરતો હતો તેવું જાણવા મળે છે.
*લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર બોગસ તબિબ સામે પોરબંદર એસ ઓ જીની કાર્યવાહી*
ગુજરાત મેડીકલ પેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ- ૩૦ મુજબ આરોપી ભગવાનજી કારિયા કોંઇપણ જાતના ડોકટરની માન્ય યુનિવર્સિટી ની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પેકટીસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનો વિગેરે દવાઓ આપી પેકટીસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેક્શનો તથા મેડીકલ તપાસણીના સાધનો સ્થળ મળી આવ્યા હતા કુલ કી.રૂ.૯૭૯૭૮ તથ રોકડ રૂપિયા ૨૮૩૦/- મળી કુલ રૂપિયા ૧૦૦૮૦૮/- નો મુદામાલ આરોપી બોગસ તબીબે પોતાના કબ્જા માં રાખી અન અધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરતો મળી આવતા પોરબંદર એસ ઓ જી એ બોગસ તબિબ વિરુધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.