પરપ્રાંતિય મજૂરે કુવામાં ઝંપલાવી આપઘાત
ફાયર બ્રિગેડ ટીમે 1 કલાકની જહેમત બાદ મૃતદેહ ને બહાર કાઢ્યો
પાલખડા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલ પરપ્રાંતીય યુવાને ઊંડા કૂવામાં કૂદીને આપધાત કર્યો હતો. ફાયર બ્રિગેડ ટીમે 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે આપધાતના કારણ અંગે તપાસ શરૂ કરી છે.
મૂળ ઇન્દોરના કમ્પેલ ગામે રહેતા સંતોષ બંસીલાલ નામનો યુવાન સહિત પરિવાર પોરબંદરના પાલખડા ગામે અરજણ અરભમ કેશવાલા ની વાડીએ મજૂરી કામ અર્થે આવ્યા હતા. આ યુવાન નજીકમાં આવેલ બાબુ છગન કેશવાલાનીવાડીએ 80 ફૂટના કૂવામાં ઝંપલાવ્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડ ટીમે તાકીદે ઘટના સ્થળે પહોંચી 1 કલાકની જહેમત ઉઠાવી યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. બનાવને પગલે બગવદર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પીએસઆઈ એ.એસ.બારાએ જણાવ્યું હતું કે, આ યુવાને આપધાત કર્યો હતો. લથડિયા ખાતો આ યુવાન કૂવામાં કૂદી ગયો હતો. આ યુવાન પરણિત છે. યુવાનના આપધાત અંગે પોલીસે તપાસ આદરી છે. યુવાનના આપધાતને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.