જામજોધપુર સરકારી દવાખામાં તબીબ વગર વલખા મારતા દર્દી, ભાજપના પ્રભારીને પણ સારવાર ન મળી!
જામજોધપુર સરકારી દવાખાનાની ગંભીર બેરદારકારી ભાજપના પ્રભારીને પણ સારવાર ન મળી! સામાન્ય દર્દીના તો શું હાલ થતા હશે?સરકારી દવાખાનાના કથળતા વહિવટ અંગે દર્દીએ વિડીયો બનાવી વાયરલ કર્યો.જામજોધપુરમાં આવેલા CHC સરકારી દવાખાનાની ગંભીર બેદરકારી સામે આવી છે.અહીં દાખલ થયેલા એક દર્દી અને તેમના પત્નીને યોગ્ય સારવાર મળી ન હતી. સમગ્ર મામલે દર્દીએ દવાખાનામાંથી જ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, દાખલ દર્દી ભાજપ પ્રભારીનો હોદ્દો ધરાવે છે, હવે જો તેમને પણ યોગ્ય સારવાર ન મળતી હોય તો સામાન્ય દર્દીઓ સાથે અહીં કેવો વ્યવહાર થતો હશે તેનો અંદાજ લગાવી શકાય છે.બનાવની વિગત અનુસાર જામજોધપુરના બીજેપી પ્રભારી ને ગત રાત્રીના રોજ ગળામાં અસહ્ય દુઃખાવો, ઉલ્ટી, ચક્કર, તાવ સહિતની તકલિફ થતા તેઓ પોતાના પત્ની સાથે સરકારી દવાખાનામાં સારવાર.લેવા પહોંચ્યા હતા. જ્યાં તેઓ દાખલ થયા બાદ તેમને ઉડાવ જવાબ મળ્યા હતા અને ફરજ પર હાજર ડો. પરિતા સહિત અન્ય એકપણ ડોક્ટર કે મેડિકલ સ્ટાફ તેમની તપાસ કરવા કે સારવાર કરવા માટે આવ્યા ન હતા. એક તરફ દર્દી તકલિફથી પીડાઈ રહ્યા હતા તો બીજી તરફ સરકારી દવાખાનાનો સ્ટાફ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અંતે નાછૂટકે રાત્રીના ૩ વાગ્યે દર્દીએ પોતાની પીડા પ્રગટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને જામજોધપુરના સરકારી દવાખાનાની બેદરકારીની પોલ ખોલી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.