વાળુકડ લોકવિદ્યાલય ખાતે NCC કેડેટસ માટે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 કેમ્પનું આયોજન
વાળુકડ લોકવિદ્યાલય ખાતે NCC કેડેટસ માટે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 કેમ્પનું આયોજન
3 Gujarat Girls BN NCC Bhavnagar દ્વારા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર અને તાલુકા આરોગ્ય કચેરી-પાલિતાણા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વાળુકડ (પા)ના સહયોગથી લોક વિદ્યાલય વાળુકડ ખાતે 3 GUJ GIRLS BN NCC કેમ્પમાં એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
NCC રાજકોટ ઝોનના ગ્રુપ કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એસ.સંજયની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ
આ કેમ્પમાં 350 કેડેટ્સની હિમોગ્લોબીનની તપાસની સાથે સાથે વજન, ઊંચાઈની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી કુમાર તેમજ આર.સી.એચ.ઓ.શ્રી ડો. કે. એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પને સફળ બનાવવામાં આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો.રિદ્ધિ અને ડો. પિયુષ ડાખરા તથા જિલ્લા પંચાયતના લેબટેક,PHC લેબટેક મહેશભાઈ ગોરસિયા, DSBCC હિરેન મિસ્ત્રી અને પ્રા.આ.કેન્દ્ર વાળુકડ ના હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ખોડીફાડ ના સુપરવિઝન અંતર્ગત ANM સ્ટાફ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં NCC કેડેટસની કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા વજન અને ઊંચાઈ તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રજીસ્ટ્રેશન અને BMI ની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. રિદ્ધિ તથા આર.બી.એસ.કે. ટીમે એનિમિયા વિશે તેમજ એનિમિયા થવાના કારણો, નિદાન અને સારવાર વિશે વિગતવાર સમજ આપી પોષણયુકત આહાર લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે કેમ્પમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો - યોજનાઓની જાણકારી આપતું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં NCC રાજકોટ ઝોનના ગ્રુપ કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એસ.સંજયે NCC કેડેટસને સદાય સ્વસ્થ, તંદુરસ્ત અને સશકત બનવાની શીખ આપી એનિમિયા મુકત ભારત અભિયાનને સફળ બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વાળુકડ NCC કેમ્પના કમાન્ડિંગ ઓફિસર શ્રી જે.એસ.રાઠોર અને Hav D VISHAL sir નો વિશેષ સહયોગ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે યુનિસેફ - ગુજરાતના સહયોગી સેપ્લેબ-આઇ.આઇ.ટી-ગાંધીનગર તરફથી પણ એનિમિયા મુકત ભારત અભિયાનમાં ટેકનીકલ સહયોગ આપવામાં આવે છે. અગાઉ રાજકોટ ખાતે પણ આ પ્રકારના યોજાયેલ કેમ્પમાં ૯૦૦થી વધુ NCC કેડેટસની ચકાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે વાળુકડ લોક વિદ્યાલયના સ્ટાફનો ૫ણ સાથ સહકાર સાંપડ્યો હતો.
રીપોટર- અશોક ચૌહાણ સાથે વિશાલ બારોટ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.