ગરબાડા ફોરેસ્ટ ઓફિસ પાસે વીજ કરંટ લાગતા બે ગાયોના કમકમાટી ભર્યા મોત,
MGVCL દ્વારા ડીપી ખુલ્લી તેમજ વીજપોલ ની ફરતે જાળી પણ ના નાખતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો.
ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ની આગળ આવેલ લાઈટ ની બે ડીપી પર કરંટ લાગતા બે ગાયોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
મળતી વિગતો અનુસાર સવારના સમયે બે ગાયો લાઈટના વીજ પોલ ની નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાં ડી.પી નજીક વીજ કરંટ લાગતા બે ગાયોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં MGVCL ની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો જેમાં સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે MGVCL દ્વારા ડી.પી ઓ ખુલ્લી મુકવામાં આવી છે જેના કારણે વીજ કરંટ લાગતા આ ગાયોના મોત નીપજ્યા છે ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તલાટી કમ મંત્રી પારસિંગ હઠીલા તેમજ સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચક્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનિય છે કે ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં પણ વી પોલ ઉપર જે ડીપી બેસાડવામાં આવે છે તેના ઢાંકણો પણ જોવા મળતા નથી અને MGVCL દ્વારા પ્રીમોન્સુન કામગીરી દરમિયાન આવી કોઈપણ પ્રકારની નોંધ લેવામાં આવતી નથી જેના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે ત્યારે ગરબાડા ના ગ્રામજનો દ્વારા MGVCL ની બેદરકારી ના કારણે બે ગાયો ના મોત નીપજતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.