બેડી ચોકડી પાસે કાળમુખા ટ્રકની ઠોકરે મનોદિવ્યાંગ યુવતીનું કરૂણ મોત - At This Time

બેડી ચોકડી પાસે કાળમુખા ટ્રકની ઠોકરે મનોદિવ્યાંગ યુવતીનું કરૂણ મોત


રાજકોટમાં સતત બિજા દિવસે રોડ રકતરંજીત બન્યાં હોય તેમ અકસ્માતના બે બનાવમાં એક યુવક અને એક યુવતીનું મોત નિપજયું હતું. ગઈકાલે એસ્ટ્રોન ચોક પાસે કારની ઠોકરે, રીક્ષા ચડી જતાં 45 વર્ષીય મહેશ રાઠવાનું મોત નિપજયું હતું. જયારે ગઈ મોડી રાતે બેડી ચોકડી પાસે કાળમુખા ટ્રકે હડફેટે લેતો 36 વર્ષીય મનો દિવ્યાંગ સ્નેહાબેન શાહ નામની યુવતીનું કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
રોડ સેફટી બાબતે સબ સલામ તથા દાવા કરતી ટ્રાફીક પોલીસના જુમલા સબિત થયા હતો.પ્રાપ્ત વિગત મુજબ,શહેરમાં રૈયારોડ પર ડીમસીટી એપાર્ટેમેન્ટમાં સી-ટુમાં રહેતા સ્નેહાબેન ચિમનભાઈ શાહ (ઉ.વ.36) ગઈ રાતે માધાપર ચોકડીથી બેડી ચોકડીની વચ્ચે એ.ડી.બી.હોટલ નજીક રોડ ક્રોસ કરતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવેલા કાળમુખા ટ્રકે હડફેટે લેતાં ફુટબોલના દડાની માદક ફંગોળાઈ હતી.
જેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.દરમિયાન ત્યાંથી જ તેમની પડોશી મહીલા ત્યાંથી નિકળતાં તેમને યુવતીના પરીવારજનોને જાણ કરી 108ને જાણ કરી હતી. બાદમાં પરીવારજનો દોડી આવ્યા હતાં. અને 108ની ટીમે જાણ દોડી આવી યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો પીએસઆઈ યુ.આર.ભટ્ટ સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જનાર ટ્રકના પીબી-04-એબી-6682ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.મૃતક બે ભાઈ એક બહેનમાં વચ્ચે હતી.તેઓ માનીસીક બિમારીથી પીડીત હોય જેથી તેની સારવાર પણ ચાલુ કરી તેણી ગઈ તા.7ના ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી. જે બાબતે પરીવારજનોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમ નોંધ પણ કરાવી હતી.બનાવથી પરીવારમાં શોક સાથે ગમગીન છવાઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.