વિંછીયા તાલુકાના મોઢુકા નજીકથી દારૂ બિયરની 630 બોટલ સાથે મોટાદડવાનો જીજ્ઞેશપરી ઝડપાયો - At This Time

વિંછીયા તાલુકાના મોઢુકા નજીકથી દારૂ બિયરની 630 બોટલ સાથે મોટાદડવાનો જીજ્ઞેશપરી ઝડપાયો


રાજકોટ રૂરલ એલસીબી પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ગાડી ઉભી રાખીને તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો.બાબરાના ઉંટવડ ગામના નરેશ ઉર્ફે નાગરાજ ધાધલ તેમજ જસદણના જંગવડ ગામનો એક ઈસમ પોલીસને જોઈ નાસી છૂટ્યા : દારૂનો જથ્થો કાર, મોબાઈલ સહિત રૂ.5.71 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે વિંછીયાના મોઢુકા નજીકથી બિયર ટીન તથા દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી 630 બોટલો અને કાર મળી રૂ.5,71,630ના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે બે શખ્સ ભાગી છૂટ્યા હતા. આ અંગે રૂરલ પોલીસે જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા માટે સૂચના કરેલી હોય, જે આધારે એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળતા વિંછીયા તાલુકાના મોઢુકા ગામે પાટીયાળી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ત્યારે સ્વીફ્ટ કારમાં નીકળેલા ત્રણ આરોપીઓ પોલીસને જોઈ કાર રેઢી મૂકી ભાગ્યા હતા. જેમાં પોલીસે જીજ્ઞેશપરી બળવંતપરી ગૌસ્વામી (ઉ.વ.29, રહે.મોટાદડવા, તા.ગોંડલ)ને ઝડપી લીધો હતો. જ્યારે બે શખ્સ અંધારાનો લાભ લઇ નાસી છૂટવામાં સફળ થયા હતા. આ તરફ કારની ઝડતી લેતા કારની પાછળની ડીકીમાંથી બીયર ટીન સાથે વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે વિંછીયા પોલીસ મથકે ગુનો દાખલ કરી રૂ.46,830ની કિંમતની દારૂની 582 બોટલ, 4800ની કિંમતના બીયરના 48 ટીન, 5 લાખની કિંમતની કાર, 20 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી 5,71,630નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.