લ્યો બોલો ! જસદણમાં બસ સ્ટેશનમાં પંખા ચાલુ કરવામાં ડેપો મેનેજર નિષ્ફળ : “સરકાર દ્વારા સવલતો પૂરી ન પાડી શકે તો ડેપો મેનેજર ઉપર કાર્યવહી કરો” જેવી જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ
જસદણમાં નવા બસ સ્ટેશન ખાતે આવનાર મુસાફરો માટે સરકાર દ્વારા પંખા ફાળવવામાં આવ્યા છે પણ પંખાની તસવીરમાં તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ પંખા બંધ હાલતમાં છે અને અહીં એસટી માં આવતા મુસાફરો ગરમીમાં ભારે તકલીફ વેડફી રહ્યા છે ત્યારે જસદણમાં થોડા દિવસો પહેલા જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ કરવામાં આવેલ આ રેડમાં ડેપો મેનેજર દ્વારા જણાવેલ કે વધીને એક થી બે દિવસમાં દરેક પંખા ચાલુ થઈ જશે અને અમુક રૂટ બંધ કરવામાં આવ્યા છે તે પણ ચાલુ થઈ જશે અને ડેપોમાં વિદેશી દારૂની બોટલ મળી આવેલ જે ની પર્સનલ તપાસ હાથ ધરશે અને આગળ કાર્યવાહી કરશે પણ આ બાબતે કંઈ પણ કામગીરી કરવામાં ન આવતા જસદણના નાગરિકો આ ડેપો મેનેજર થી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું એસટી વિભાગ દ્વારા આ જસદણ ડેપોમાં જે સવલતો આપવામાં આવી છે તે ડેપો મેનેજરના પાપે નાગરિકોને લાભ મળશે કે નહીં તે જોવાનું રહ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.