હિંમતનગર તાલુકાના લાલપુર ગામમાં ભારે પવનના લીધે મંડપ ઉડી જતાં ઘરમાં લગ્નકરવા પડ્યા
હિંમતનગર તાલુકાના લાલપુર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક જ વરસાદ અને વાવાઝોડું આવતા મંડપ ઉડી ગયો હતો, જેથી વર અને વધુને ઘરમાં બેસાડી લગ્ન વિધિ કરવાની ફરજ પડી હતી.અને તાલુકાના બેરણા ગામે ભગવાન શ્રીરામના મંદિરનો પાટોત્સવ યોજાઈ રહ્યો હતો. તે સમયે એકાએક ભારે પવન સાથે વરસાદ આવતા મંડપ, સહિતની વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. અને યજ્ઞ કુંડોમાં પણ વરસાદી પાણી ફરી વર્યા હતા.
રિપોર્ટર સદ્દામ મનસુરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.