પાળિયાદ ઠાકરની બોટાદમાં ભવ્ય પધરામણી અને દિવ્ય શોભાયાત્રા
પાળિયાદ ઠાકરની બોટાદમાં ભવ્ય પધરામણી અને દિવ્ય શોભાયાત્રા
વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદના મહંત નિર્મળાબા ઉનડબાપુની પધરામણી બોટાદના આંગણે તા.૧૨/૫/૨૦૨૪ થી ૨૧/૫/૨૦૨૪ સુઘી વિહળ પરીવાર સેવક સમુદાયના ઘેર ઘેર બા પગલાં કરશે અને રૂડા આશિર્વાદ આપશે.તા.૧૨/૫/૨૦૨૪ ના નિર્મળા બા ભયલુબાપુ , પૃથ્વીરાજબાપુ , ગાયત્રીબા ,દિયાબા સહિત ઠાકર પરીવારની પધરામણી થયેલ ત્યારે બોટાદના પંજવાણી ના કાંટા પાસેથી ભવ્ય અને દીવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર બોટાદ મધ્યેથી ગઢડા રોડ ખાતેના મહાદેવ પાર્ટી પ્લોટ સુઘી ખૂબ મોટી ભવ્ય ,દિવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળી જેમાં શણગાર સાથે હાથી, ઘોડા, ઊંટ જોવા મળ્યા તેમજ પાળીયાદના ઠાકરની પ્રતિકૃતિઓ વાળા શણગારેલ ટેકટર જોવા મળ્યા,બાળકો માટે રમકડાંની ટ્રેન તેમજ રાસ મંડળીઓ બેન્ડ વાજા ડી.જે. તેમજ બુલેટ બાઈક સહિત ફોર વ્હીલ ગાડીઓ સહિત હજારો સેવક સમુદાય તેમજ નગરજનો સહિત મોટા કાફલા સાથે અતિ ભવ્ય દીવ્ય શોભાયમાન શોભાયાત્રા જોવા મળી.ઠાકરની શોભાયાત્રાની દિવ્યતાથી અઢારેય વર્ણમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ.સમગ્ર બોટાદ વિહળાનાથ મય બની ગયું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.