ઉત્તર ગુજરાતના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તથા હિંમતનગર શહેરમાં બપોર પછી ભારે પવન ફૂંકાવાની સાથે બરફના કરા પડ્યા
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા જાહેરાતના બોર્ડ ધરાશાયી થયા હતા તથા વાહન ચાલકો સાથે રાહદારીઓમાં પણ ભય જોવા મળ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના હવામાનમાં એકાએક પલટો આવતા જિલ્લામાં છુટો છવાયો વરસાદ થયો હતો.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક બપોર ના સમયે પલટો આવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા હિંમતનગર માં ભારે પવન ફૂંકાવાની સાથે નેશનલ હાઇવે અને ગાંભોઈ, ઇડર ના કેટલાક વિસ્તારોમા છુટો છવાયો વરસાદ થયો હતી.પવન ફુકાવાના લીધે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળુ બની ગયુ હતુ. સાબરકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે .સાબરકાંઠા જીલ્લા માં ભારે પવન ના કારણે તોતિંગ બેનર ધરાશાઈ થયા હતા. હિંમતનગર આરટીઓ સર્કલ પર લાગેલા બેનરો જમીનદોસ્ત થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.
રિપોર્ટર સદ્દામ મનસુરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.