પાટડીના માલવણ હાઇવે પર ચાલું ટ્રકમાંથી રૂ.1,27 લાખના 6 એલ.ઈ.ડી ટીવી ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. - At This Time

પાટડીના માલવણ હાઇવે પર ચાલું ટ્રકમાંથી રૂ.1,27 લાખના 6 એલ.ઈ.ડી ટીવી ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ.


પાટડીના કુખ્યાત માલવણ હાઈવે પર અવારનવાર ચાલુ ટ્રકમાંથી ચોરીના બનાવો સામે આવે છે ત્યારે પાટડીના માલવણ હાઈવે પર ચાલુ ટ્રકમાંથી રૂ. 1.27 લાખના 6 એલઇડી ટીવી ચોરાતા ચકચાર મચી જવા પામી છે ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટ માલિકે આ ચોરીની ઘટના બાબતે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પાટડીના માલવણ હાઈવે પર અવારનવાર ચાલુ ટ્રકમાંથી લાખોના મુદામાલ સાથે ચોરીના બનાવો સામે આવે છે અને અગાઉ પણ આ બાબતે અગાઉ ચોરીની વ્યાપક ફરિયાદો પણ નોંધાયેલી છે ત્યારે પાટડીના માલવણ હાઈવે પર ચાલુ ટ્રકમાંથી રૂ. 1.27 લાખના 6 એલઇડી ટીવી ચોરાતા ચકચાર મચી જવા પામી છે આ બનાવની પ્રાપ્ત વિગતોનુસાર કચ્છના અંજારમાં આવેલી મુસ્કાન ટ્રાન્સપોર્ટ કંપનીનો ડ્રાઈવર મિન્ટોસ રવિન્દ્ર યાદવ પોતાની ટ્રકમાં 55 ઇંચના ટીસીએલ કંપનીના 30 જેટલા એલઇડી ટીવી લઈને અંજારથી મુંબઈના ભીવંડી ખાતેની ઓફિસમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે પાટડીના કચ્છ માલવણ હાઈવે પરથી પસાર થઈને મુંબઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે પાટડીના માલવણ હાઈવે પર ટોલટેક્સ પાસેની એક હોટલમાં ટ્રક ચાલક કુદરતી હાજતે જવા જઈને બાદમાં આગળ જવા રવાના થયો હતો ત્યારે પાછળથી એમની જ ટ્રાન્સપોર્ટની અન્ય ટ્રકના ચાલકે આ ટ્રકનો પાછળથી દરવાજો ખુલ્લો હોવાનું જણાવતા બાદમાં ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને પણ બનાવના સ્થળે બોલાવી તપાસ કરતા ટ્રકમાંથી ટીસીએલ કંપનીના 55 ઇંચના રૂ. 21,270ની રકમનાં એક ટીવી મળી કુલ રૂ. 1,27,620ની કિંમતના 6 એલઇડી ટીવી ચોરાયાની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કર ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ આર એચ ઝાલા ચલાવી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.