પાળિયાદ ઠાકરની બોટાદમાં ભવ્ય પધરામણી અને દિવ્ય શોભાયાત્રા”
"પાળિયાદ ઠાકરની બોટાદમાં ભવ્ય પધરામણી અને દિવ્ય શોભાયાત્રા"
સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી નિર્મળાબા ઉનડબાપુની પધરામણી બોટાદના આંગણે તા.૧૨/૫/૨૦૨૪ થી ૨૧/૫/૨૦૨૪ સુઘી વિહળ પરીવાર સેવક સમુદાયના ઘેર ઘેર પૂજ્ય બા શ્રી પગલાં કરશે અને રૂડા આશિર્વાદ આપશે.
આ અનુસંધાને આજ રોજ તા.૧૨/૫/૨૦૨૪ ના રોજ પૂજ્ય બા શ્રી , પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા , પૂજ્ય શ્રી દિયાબા સહિત ઠાકર પરીવારની પધરામણી થયેલ ત્યારે બોટાદના પંજવાણી ના કાંટા પાસેથી ભવ્ય અને દીવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર બોટાદ મધ્યેથી ગઢડા રોડ ખાતેના મહાદેવ પાર્ટી પ્લોટ સુઘી ખૂબ મોટી ભવ્ય ,દિવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા નીકળી જેમાં શણગાર સાથે હાથી, ઘોડા, ઊંટ જોવા મળ્યા તેમજ પાળીયાદના ઠાકરની પ્રતિકૃતિઓ વાળા શણગારેલ ટેકટર જોવા મળ્યા , બાળકો માટે રમકડાંની ટ્રેન તેમજ રાસ મંડળીઓ બેન્ડ વાજા ડી.જે. તેમજ બુલેટ બાઈક સહિત ફોર વ્હીલ ગાડીઓ સહિત હજારો સેવક સમુદાય તેમજ નગરજનો સહિત મોટા કાફલા સાથે અતિ ભવ્ય દીવ્ય શોભાયમાન શોભાયાત્રા જોવા મળી...ઠાકરની શોભાયાત્રાની દિવ્યતાથી અઢારેય વર્ણમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ.... સમગ્ર બોટાદ વિહળાનાથ મય બની ગયું.
મહાદેવ ફાર્મ ખાતે સહુ સેવકોને પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ ઉપસ્થિત સંતો દ્વારા આશીર્વચન પાઠવવામા આવેલ અને ત્યારબાદ સહુ સાથે મળી ભોજન પ્રસાદ લીધેલ હતો...
પધરામણી કાર્યક્રમ અંતર્ગત તા.૧૪/૫ , ૧૬/૫ , ૧૮/૫ તેમજ ૨૧/૫ ના રોજ રાત્રી લોક ડાયરો પણ સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકારો નો રાખેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.