ભિલોડા ખાતે ઉદય સેવા સંસ્થા સંચાલિત કાયમી વિઝન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. - At This Time

ભિલોડા ખાતે ઉદય સેવા સંસ્થા સંચાલિત કાયમી વિઝન સેન્ટર શરૂ કરવામાં આવ્યું.


અંધજન મંડળ અમદાવાદ, નવલભાઈ અને હીરાબા આંખની હોસ્પિટલ બારેજા, બેલાબેન યોગેશભાઈ આંખની હોસ્પિટલ વાત્રક તથા સેવા ઓર્ગેનાઈજેશન અમેરિકાના સહયોગથી ઉદય સેવા સંસ્થાન ભિલોડા સંચાલિત આંખોના રોગોની તપાસ માટે વિઝન સેન્ટર કાયમી ભિલોડા ખાતે શરૂ કરવામાં આવ્યું . જેમાં કાયમી ધોરણે આંખની તપાસ અને નિદાન કરવામાં આવશે. આ વિધાન સેન્ટર ના ઉદઘાટન પ્રસંગે સમારંભ અધ્યક્ષ શ્રી દામુભાઈ પી. પટેલ મંત્રીશ્રી અર્બુદા સેવા સંઘ ભિલોડાના વરદ હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે શ્રી રાજેન્દ્ર શાહ અંધજન મંડળ ચેરમેન,નંદીનીબેન રાવલ એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર અંધજન મંડળ, ડો. ભૂષણ પુનાની જનરલ સેક્રેટરી અંધજન મંડળ , જીતુભાઈ શાહ ચેરમેનશ્રી સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ , શ્રી મુકેશભાઈ પી. ત્રિવેદી સરપંચશ્રી ભિલોડા ગ્રામ પંચાયત , શ્રી કાંતિભાઈ નવજીભાઈ પટેલ પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી ભિલોડા અને ડિરેક્ટર સાબર ડેરી હિંમતનગર, મનોજભાઈ આર. પટેલ પૂર્વ સરપંચશ્રી, જશુભાઈ શાહ મીઠાવાળા મોડાસા, હસમુખભાઈ એમ. પટેલ અમદાવાદ, શ્રી જીતુભાઈ પી. પટેલ ટ્રસ્ટીશ્રી અર્બુદા સેવા સંઘ ભિલોડા , ડો. ધર્મેન્દ્ર જેના, કેમ્પસ ડાયરેક્ટર બારેજા હોસ્પિટલ બારેજા , સોમૈન મૈતી બારેજા, શૈલેન્દ્ર આર્ય મેનેજર વાત્રક હોસ્પિટલ તથા ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના હોદેદારો , જય અંબે સેવા ટ્રસ્ટના બાબુસિંહ સિસોદિયા ,કલ્પેશભાઈ ચૌહાણ પ્રમુખશ્રી કાપડ મહાજન ભિલોડા તથા ઉદય સેવા સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ,દેવુભાઈ મેઘાણી પૂર્વ પંચાયત સદસ્ય ભિલોડા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોની હાજરીમાં સંપન્ન થયો. આજના શુભારંભ દિને મફત નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં ૭૫ દર્દીઓએ આંખોની તપાસ કરાવેલ જે પૈકી છ દર્દીને મોતિયાના ઓપેરશન માટે બુધવારે વાત્રક લઇ જવામાં આવશે અને મફત ઓપેરશન કરાવી આપવામાં આવશે. ૨૫ દર્દીને નંબરવાળા ચશ્મા મફત આપવામાં આવેલ છે. આજનો આ ઉદ્દઘાટન પ્રસંગ સફળ બનાવવા ઉદય સેવા સંસ્થાના જીતેન્દ્ર ભાટિયા, બીપીન પ્રજાપતિ, રાજેન્દ્ર સોની, હસમુખભાઈ પટેલ,સુરેશભાઈ પ્રજાપતિ, રોહિતભાઈ પેટેલ,વલ્કેશભાઈ પટેલ તથા સંસ્થાના મેનેજરશ્રી રાજેન્દ્રભાઈ વી. પટેલ તથા પ્રવીણભાઈ પટેલ, યુવા કાર્યકરશ્રી ધ્રુવ ભાટિયા, મિત ભાટિયા, જૈવિન રાઠોડ, ધ્યાન ભાવસર,પ્રેમ પંચાલ,રુદ્ર પટેલ, રૂદ્ર ભાટિયા,ભાવેશ ભાટિયા, મુકેશ ભાટિયા, કિરીટ પંચાલ, ચિરાગ જોશી તથા સોમૈન મૈતિ, ડૉ. ધર્મેન્દ્ર જેના, ઈશ્વરભાઈ , શૈલેન્દ્ર આર્યા વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ છે. આવતિકાલ સવારે ૯.૩૦ થી નિયમિત પણે દરરોજ આંખોની તપાસ કરવામાં આવશે. તપાસનું સ્થળ:-અક્ષર કોમ્પ્લેક્સ , એસબીઆઈ બેન્કના મેડા ઉપર, ભિલોડા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.