સંતાનોના અભ્યાસ માટે ફી ભરવાના પૈસા ઘટતા ચિંતામાં મુકાયેલા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

સંતાનોના અભ્યાસ માટે ફી ભરવાના પૈસા ઘટતા ચિંતામાં મુકાયેલા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો


સંતાનોના અભ્યાસ માટે ફી ભરવાના પૈસા ઘટતા, ચિંતામાં મુકાયેલા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શહેરના રજપૂતપરામાં રહેતા તુષારભાઈ સૂચકે ફીનાઇલ પીધા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની વિગત મુજબ, રજપૂતપરા શેરી નં.8 માં રહેતા તુષારભાઈ રમણીકભાઈ સૂચક (ઉ.વ.45)એ આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, તુષારભાઈને લોધાવાડ ચોકમાં પાનની દુકાન છે. તેમજ સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી કોલેજમાં અભ્યાસ કરે, જ્યારે દીકરો ધો.8માં અભ્યાસ કરે છે. હવે નવું સત્ર ચાલુ થવાનું છે. ત્યારે સંતાનોના અભ્યાસ માટે ફી ના પૈસા ઘટતા તેઓ ચિંતામાં મુકાયા હતા. હાલ તુષારભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.