ગુજરાતનાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરશોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા - At This Time

ગુજરાતનાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરશોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા


ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજકોટ બેઠક પર ટિપ્પણી વિવાદના કારણે ભાજપના ઉમેદવાર રૂપાલાનો ભારે વિરોધ થયો હતો. એવામાં ગુજરાતનાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરશોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું, કે 'મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે. પણ રૂપાલા સાહેબે મન પર કાબૂ રાખ્યો. યોગી-સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી બતાવી.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image