માંગરોળ નાં શિલ્પી સોસાયટી નાં રહીશ એવા વ્યવસાયે શિક્ષક અને અપ્રતિમ ભક્તિ ભાવના વાળા રાહુલ ભાઈ પરમાર દ્વારા 400 કિલોમીટર ની પદયાત્રા - At This Time

માંગરોળ નાં શિલ્પી સોસાયટી નાં રહીશ એવા વ્યવસાયે શિક્ષક અને અપ્રતિમ ભક્તિ ભાવના વાળા રાહુલ ભાઈ પરમાર દ્વારા 400 કિલોમીટર ની પદયાત્રા


માંગરોળ ની શિલ્પી સોસાયટી માંથી તા.૦૫-૦૫-૨૦૨૪ રવિવાર નાં રોજ એક
એક એવા વિર જે પોતાની ધર્મ શ્રદ્ધા અને અખંડ ભક્તિ થી અનેક વખત એવા કઠિન નિર્ધાર કરે છે અને પૂર્ણ પણ કરે છે.
ઈશ્વરીય શકતી એમને સાથ આપતી હોય છે બાકી આ કડકડતી ગરમી માં જ્યારે લોકો ઘર ની બહાર નીકળવા નું ટાળતા હોય ત્યારે માંગરોળ થી ભોડાદ 400 કિલોમીટર નું અંતર પગે ચાલી ને કાપનાર વિર અને ધીર ધર્મ શકતી થી પૂર્ણ એવા
પરમ મિત્ર
*રાહુલ ભાઈ પરમાર*
ની યાત્રા તા.૧૩-૦૫-૨૦૨૪ સોમવાર નાં રોજ રાત્રી નાં ૧૨ કલાકે પૂર્ણ થતાં વાંદેમાતરમ્ ગ્રુપ નાં સદસ્યો દ્વારા તેમનું સાલ ઓઢાડી સ્વાગત કરવા માં આવેલું તેમજ સોસાયટી નાં રહીશો દ્વારા પણ પથ યાત્રિકો ની આરતી સ્વાગત પૂજન કરવા માં આવેલું
આ યાત્રા માં સાથે ગયેલા સુરજભાંન ખાચર તેમજ મરીન પોલીસ સ્ટેશન નાં અતુલસિંહ, પદ યાત્રિક રાહુલ ભાઈ નાં સ્ટુડન્ટ ક્રિશ ભાઈ જેઠવા,બગોદરા થી ધવલ ભાઈ પરમાર આ પદયાત્રા માં જોડાયેલા જેમાં ક્રિશ ભાઈ ની ઉંમર માત્ર 16 વર્ષ છે આટલી નાની ઉંમર માં કઠિન અને દુર્ગમ યાત્રા નાં સહભાગી બનેલા.

ઈશ્વર પ્રત્યે ની અગાધ શ્રદ્ધા કેટલી અપાર શક્તિ પ્રદાન કરે છે તેનું જાગતું ઉદાહરણ એટલે રાહુલ ભાઈ પરમાર જેઓ ૪૦૦ કિલોમીટર ની પદયાત્રા બાદ
ચોટીલા ચામુંડા માતા જી નાં દર્શન કરવા ગયેલા અને ગોઠણ ભર પર્વત ચડેલા અને માતાજી નાં આશીર્વાદ લીધેલા અને સમષ્ટિ નાં કલ્યાણ માટે પ્રાર્થના કરેલી આ સમગ્ર યાત્રા માં પહેલે થી આખરી પડાવ સુધી સુરજભાંન ખાચર અને ક્રીષભાઈ જેઠવા સાથે જોડાયેલા.

યાત્રિકો નું હાર્દિક અભિવાદન શિલ્પી સોસાયટી નાં પ્રવેશદ્વાર પર કરવા માં આવેલું કારણ આ યાત્રા ધર્મ યાત્રા હતી આ યાત્રા એક સંકલ્પ પૂર્તિ ની યાત્રા હતી આ યાત્રા કોઈ સ્વાર્થ માટે નહિ પણ સમષ્ટિ નાં કલ્યાણ માટે ની યાત્રા હતી

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.