શહેર ના ક્યાં વિસ્તાર માં ક્યાં દિવસે સફાઈ થાય છે ? દામનગર નગરપાલિકા નો વિચિત્ર નિયમ રવિવારે મુખ્ય બજાર ની સફાઈ સેવા બંધ - At This Time

શહેર ના ક્યાં વિસ્તાર માં ક્યાં દિવસે સફાઈ થાય છે ? દામનગર નગરપાલિકા નો વિચિત્ર નિયમ રવિવારે મુખ્ય બજાર ની સફાઈ સેવા બંધ


શહેર ના ક્યાં વિસ્તાર માં ક્યાં દિવસે સફાઈ થાય છે ? દામનગર નગરપાલિકા નો વિચિત્ર નિયમ રવિવારે મુખ્ય બજાર ની સફાઈ સેવા બંધ

દામનગર શહેર ના ૬૦ થી વધુ વિસ્તારો માં નિયમિત સફાઈ થતી નથી તેમાં પણ મુખ્ય બજારો ની સફાઈ સેવા રવિવારે બંધ રાખવાનો વિચિત્ર નિયમ કોણે કર્યો હશે ? આવશ્યક સેવા ઓ બંધ રાખી બચત કે કરકચર કરવા ના નામે શાસકો પોતા ની શેરી ઓ બજારો નિયમિત સાફ કરાવી બંધારણ થી વિરુદ્ધ જાતે વિશેષાધિકાર ભોગવી પ્રજા ના પેસા થી લીલાલહેર કરે છે લાખો રૂપિયા ના સફાઈ સેવા ના નામે બિલ મૂકી દેવાય છે સમગ્ર શહેરીજનો મિલકત વેરા સાથે સફાઈ વેરો પણ ચૂકવે છે ત્યારે સફાઈ જેવી આવશ્યક સેવા બંધ રાખી બચત કરવાનું બહાનું આગળ ધરતા પાલિકા શાસકો એ ભ્રષ્ટાચાર અને હપ્તાબાજી બંધ કરવી જોઈ એ સમાન ધોરણે સફાઈ સેવા એ શહેરીજનો નો હક્ક છે એકબાજુ સ્વચ્છતા અભિયાન પાછળ સરકાર અભિયાનો ચલાવી કરોડો નું બેજેટ ફાળવણી કરી સ્વચ્છતા મુહિમો થી વિપરીત પાલિકા તંત્ર નું વલણ કેમ ? શહેર ની મુખ્ય બજાર માં રવિવારે સફાઈ બંધ રહે છે શહેર માં ૬૦ થી વધુ વિસ્તારો માં ક્યાં વારે સફાઈ કરાય છે ? તેનું ટાઈમ ટેબલ તો જાહેર હિત માં જાહેર કરો સફાઈ ની ફરિયાદ કરાય તો ખાંચા ગલી ની ફરિયાદ ને મહત્વ નહિ શુ ? ખાંચા ગલી ના રહીશો પાસે પાલિકા તંત્ર વેરો નથી લેતું ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.