સાબરકાંઠા જીલ્લા નુ પરિણામ ગયા વર્ષ કરતાં 21.64 %
સાબરકાંઠા જીલ્લા નુ પરિણામ ગયા વર્ષ કરતાં 21.64 % અને અરવલ્લી જીલ્લા નું પરિણામ 23.27 % જેટલુ વધ્યું સાબરકાંઠા જીલ્લામા 405 અને અરવલ્લી જીલ્લામાં 317 વિધાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે તારીખ 11 મે શનિવારે સવારે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ધો-10 (s.s.c.)નું સાબરકાંઠા જિલ્લાનું 80.67 અને અરવલ્લી જિલ્લાનું 85.72 ટકા પરિણામ જાહેર કરવામા આવ્યુ હતું. સાબરકાંઠા જીલ્લા ના 405 અને અરવલ્લી જિલ્લાના 317 વિધાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે ઝળહળતા પરીણામ નો દેખાવ કર્યો હતો. સાબરકાંઠાના ધો.10 ના પરિણામમાં ગયા વર્ષ કરતાં 21.64 ટકા અને અરવલ્લી જિલ્લાના પરિણામમાં 23.27 ટકાનો વધારો થયો છે. સાબરકાંઠા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમા 32 પરીક્ષા સેન્ટરો પર સરેરાશ 82.62 ટકા જ્યારે શહેરી વિસ્તારના 06 સેન્ટરોનુ સરેરાશ 77.66 ટકા પરિણામ જાહેર થયું હતું. સાબરકાંઠા જીલ્લામાં લક્ષ્મીપુરા કેન્દ્રનું સૌથી વધુ 94.12 ટકા અને મહિયલ(તલોદ)કેન્દ્રનું સૌથી ઓછું 56.93 ટકા પરિણામ આવ્યું છે. તેજ રીતે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના 20 પરીક્ષા કેન્દ્રોનું સરેરાશ 88.30 ટકા જ્યારે શહેરી વિસ્તારના 06 કેન્દ્રોનું સરેરાશ 79.83 ટકા પરિણામ જાહેર થયું હતું. અરવલ્લી જિલ્લાના વાંકાનેર કેન્દ્રનું સૌથી વધુ 94.32 ટકા અને બાયડ કેન્દ્રનું સૌથી ઓછું 63.48 ટકા પરિણામ આવ્યું હતું. એ-1 ગ્રેડ મેળવનાર વિધાર્થીઓની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.