રાજયમાં મે મહિનાના ધોમધખતા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે
રાજયમાં મે મહિનાના ધોમધખતા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11 તારીખથી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી મે મહીનાની 11 મી તારીખે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જીલ્લામાં વરસાદ પડી શકે છે. તારીખ 12 અને 13મીએ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. અને 14મી તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમા પણ વરસાદ પડી શકે છે. 15મી તારીખે નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.