વધતા જતા બ્રેઈન સ્ટ્રોકના બનાવ લોકો માટે પડકારજનક - At This Time

વધતા જતા બ્રેઈન સ્ટ્રોકના બનાવ લોકો માટે પડકારજનક


*વધતા જતા બ્રેઈન સ્ટ્રોકના બનાવ લોકો માટે પડકારજનક*

*સ્ટ્રેસ અને બેઠાડું જીવન આપે છે બ્રેઈન સ્ટ્રોકને આમંત્રણ:હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને મસ્તિકના હુમલા વિષે કર્યા મહત્વના સુચનો*

આજના ભાગદોડ અને તનાવભર્યા જીવનમાં લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે.અને આધુનીકરણને કારણે લોકો જાતે કામ કરવાને બદલે મશીન પાસે કામ કરાવી રહ્યા છે.જેથી શરીરને એટલો શ્રમ પડતો નથી.જેથી બેઠા-બેઠા ચરબીનું પ્રમાણ વધે છે અને તે અનેક રોગોને જન્મ આપે છે.બેઠા-બેઠા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું નથી.અને શરીરમાં લોહીના ગાઠા જામે છે.જેથી હ્રદય સુધી લોહી ન પહોચે તો હ્રદયરોગનો હુમલો અને મગજ સુધી લોહી ન પહોચે તો બ્રેઈન સ્ટ્રોકનો શિકાર લોકો બને છે.ત્યારે પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે લોકોને બ્રેઈન સ્ટ્રોકથી બચવા અનેક સુચનો કર્યા છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,દરેક રોગનું કારણ ચિંતા અને ચરબી છે.જો લોકો ફાસ્ટફુડ,વ્યસન અને બેઠાડુ જિંદગી જીવવાને બદલે ધ્યાન યોગ અને રોજ દોડવાનું રાખે તો તમામ રોગો પણ તેમનાથી દુર ભાગે તેમણે લોકોને સુચન કરતા જણાવ્યું કે,આપણા શરીરમાં મસ્તિક અને નાડીઓનો પ્રાણવાયુ અને પોષક તત્વોની સતત આપુર્તિ રક્ત વાહીનીઓથી રક્ત દ્વારા કરવામાં આવે છે.જયારે પણ આ રક્તવાહિનીઓમાં કોઈ કારણોસર ક્ષતિ પહોચે છે કે અવરોધ ઉભો થાય છે.ત્યારે મસ્તિકના અમુક ભાગને લોહીની આપુર્તિ બંધ થઇ જાય છે.જેવી રીતે હ્રદયને લોહી જરૂરિયાત પુરી ન થવાથી હ્રદયનો હુમલો આવી જાય છે, તેવી રીતે મસ્તિકના અમુક ભાગને ૩ થી ૪ મિનિટથી વધુ લોહી ન મળવાથી પ્રાણવાયુ (ઓક્સિજન) અને પોષક તત્વોના અભાવે નાશ થવા લાગે છે, તેને જ મસ્તિકનો હુમલો આવે છે.
એક એવોપણ મસ્તિકનો અસ્થાઈ હુમલો હોય છે જેમાં સ્ટ્રોકના લક્ષણો થોડી મિનીટ થી લઈને થોડી કલાકો સુધી રહે છે અને પછી તે ઠીક થઇ જાય છે. તેને ટી.આઈ.એ. કહે છે. આ તે વાતની ચેતવણી આપે છે કે તમને કોઈ તકલીફ છે અને તેનો ઈલાજ ન કરાવ્યો તો નજીકના ભવિષ્યમાં તમને હુમલો આવી શકે છે.
બ્રેઈન સ્ટોકના લક્ષણો
મસ્તિકના હુમલાના લક્ષણ અચાનક જોવા મળે છે અને તેમાં સામાન્ય લક્ષણ રહેલા છે. શરીરના એક જ ભાગના ચહેરો, હાથ કે પગમાં સુનાપણું, કીડીઓ દોડવી કે નબળાઈ જેવો અનુભવ થવો. અચાનક લડખડાવું, ચક્કર આવવા, શરીરનું સંતુલન બગડવું. ભ્રમ જેવી સ્થિતિ, બોલવા કે સમજવામાં મુશ્કેલી, ધીમે કે અસ્પષ્ટ બોલવું.એક કે બન્ને આંખોમાં જોવામાં તકલીફ, તેજ માથાનો દુઃખાવો થવો, જીવ ગભરાવો અને ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. દર્દીને હાથ ઉઠાવવા અને સામે ફેલાવવાનું કહો.જો રોગીનો એક હાથ ઉઠી ન શકે અને ઉઠાવવાથી તરત નીચે પડી જાય તો તે મસ્તિકના હુમલાના લક્ષણ છે.દર્દીને કોઈ પ્રશ્ન પુછો જો તે બરોબર બોલી ન શકે અને તેનો અવાજ લડખડાય, નાના વાક્યોમાં પણ મુશ્કેલીથી બોલે તો તે મસ્તિક ના હુમલાના લક્ષણ છે.આવી સ્થિતિમાં દર્દીને તરત ડોક્ટર પાસે હોસ્પીટલે પહોચાડવા જોઈએ.પહેલા 3 કલાકના ગોલ્ડન પીરીયડમાં રોગીનો સારવાર મળવાથી મસ્તિકના હુમલાથી થતા નુકશાનથી બચાવી શકાય છે.

મસ્તિકનો હુમલો કોને આવી શકે?
ઉચું લોહીનું દબાણ, મધુમેહ, હ્રદયરોગ કે ઉચા એલ.ડી.એલ.કોલેસ્ટ્રોલથી પીડિત દર્દીઓને આવવાની શકયતા રહેલી છે.મધુમેહના રોગીમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ૨ થી ૩ ગણું વધુ હોય છે. ઉચા લોહીના દબાણના ૪૦ થી ૫૦% રોગીઓને મસ્તિકનો હુમલો થવાની શક્યતા રહે છે.૫૫ વર્ષથી ઉપરના વ્યક્તિ સ્ટ્રોક સેલ એનીમીઆ કે માઈગ્રેનના રોગી,તનાવગ્રસ્ત વ્યક્તિ. નિયમિત દારૂ અને તમાકુનું સેવન કરવા વાળા કે ધ્રુમપાન કરનારા વ્યક્તિ. જન્મજાત રક્તવાહિનીના રોગી. જેમનું વજન વધુ છે. જે સુસ્ત રહે છે અને કોઈ પ્રકારનો કોઈ વ્યાયામ નથી કરતા તેવા લોકોને શક્યતા રહેલી છે.
મસ્તિકના હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ ?
હુમલાથી બચવા માટે દારૂ, તમાકુ અને ધ્રુમપાન બંધ કરો. જો તમે ઉચું લોહીનું દબાણ, મધુમેહ,હ્રદયરોગ કે ઉચા એલ.ડી.એલ.કોલેસ્ટ્રોલથી પીડિત છો તો નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેતા રહો. ફળ, શાકભાજી વગેરે સમતોલ આહાર લેવો જોઈએ. તનાવથી દુર રહો. નિયમિત વ્યાયામ અને યોગ પ્રાણાયામ કરો. જો તમે મોટાપાના શિકાર છો તો તમારું વજન નિયંત્રિત રાખો. જો તમને વારંવાર માથાના દુખાવાની તકલીફ થાય છે તો ડોક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ સી.ટી.સ્કેન કે એમ.આઈ.આર. દ્વારા તપાસ થઇ શકે છે.
લોહીના ગઠાને અટકાવવાના ઉપાય
કાળી ચા એટલે બ્લેક ટી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે કાળી ચા લોહીને ઘાટું બનાવવાથી અટકાવે છે.જેના કારણેથી ધમનીઓમાં લોહી ના ગઠા જામવાથી અટકે છે.તે નસમાં લોહીની અસરને સરળ બનાવે છે જેને કારણે બ્લડપ્રેશર પણ નિયંત્રણ રહે છે.જો તમે રોજ એક સફરજન કે સંતરા ખાવ છો તો લોહીના ગઠા જમવાની તકલીફમાંથી છુટકારો મળી શકે છે.નિયમિત રીતે કસરત કરો. વજનને નિયમિત કરો. ફળ, શાકભાજી અને અનાજનું સેવન વધુ અને મીઠું અને ચરબીનું સેવન ઓછું કરો. ધ્રુમપાન છોડો,બ્લડપ્રેશરની નિયમિત તપાસ કરવો. તો આ બીમારીના શિકાર ન થવા માંગતા હો તો આરામદાયક જીવન છોડી દો અને રોજ સવારે દોડ લગાવો. ઓફિસમાં જો તમારે વધુ સમય માટે બેસવું પડે છે તો પ્રયત્ન કરો કે થોડી વારમાં ચાલો. તેનાથી પગમાં લોહીનું વહેવું સામાન્ય રહેશે અને લોહીમાં ગઠાની સમસ્યા ને રોકી શકાય છે.જો તમને કોઈ તકલીફ નથી છતાં પણ 30 વર્ષ પછી વર્ષમાં એક વખત ડોક્ટર પાસે પોતાની શારીરિક તપાસ કરાવી લેવી જોઈએ.
વિશ્વમાં દર ૪૦ થી ૪૫ માં કોઈને કોઈને મસ્તિકનો હુમલો આવે છે. દરેક 3 મીનીટમાં મસ્તિકનો હુમલોને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. હ્રદય રોગ અને કેન્સર પછી આ ત્રીજો સૌથી મોટો જીવલેણ રોગ છે. જો આપણે સૌ થોડી સાવચેતી રાખીએ તો આ રોગથી આપણે બચી શકીએ તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.