વિરપુરમાં રાહદારીઓ માટે કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલ ફૂટપાથ પર વેપારીઓનો કબ્જો… જવાબદાર તંત્રનું મૌનવ્રત…. - At This Time

વિરપુરમાં રાહદારીઓ માટે કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલ ફૂટપાથ પર વેપારીઓનો કબ્જો… જવાબદાર તંત્રનું મૌનવ્રત….


વર્ષોથી ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે....

વિરપુરના ફૂટપાથ પર છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે જેનો ગણગણાટ કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે ત્યારે વિરપુરના ફૂટપાથ પર છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ દ્વારા પોતાનો વેચાણ માટેનો સામાન મુકી દબાણ કરી રહ્યા છે જેના લીધે ફૂટપાથ પરથી પસાર થતા રાહદારીઓને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે અંબીકા સોસાયટીથી વીરાજી સર્કલ સુધીના બંને બાજુ રાહદારીઓ માટે રોડ વિભાગ દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને વર્ષો પહેલાં ફૂટપાથ બનાવ્યો હતો જે ફૂટપાથ બનાવ્યા દિવસથી જ વેપારીઓ દ્વારા વેપાર કરવાના સામાન ગોઠવી વેપાર કરતા હતા જે દરમિયાન રાહદારીઓને ફૂટપાથ પરથી પસાર થતા હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત ફૂટપાથ પર દબાણના લીધે રાહદારીઓ જાહેર રોડ પર જ અવર જવર કરતા હોય છે જેના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જયા છે તેમ છતાં આવા દબાણ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની જગ્યા એ લાચાર બની ને મૌન અવસ્થામાં જોવા મળે છે. કેમ તંત્ર દ્વારા આવા દબાણ કરતા વેપારીઓ સામે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તે એક ચર્ચા નો વિષય બન્યો છે.વીરપુર તાલુકાના લોકોની લાગણી સાથે માંગણી છે કે તત્કાલીન વીરપુર ફૂટપાથ પર કરાયેલા દબાણો દૂર કરી ફૂટપાથ ખુલ્લો કરવામાં આવે તેવી આશારૂપી માંગણી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.