ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી
ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. લોર્ડ્સમાં આયોજિત વેસ્ટ ઈન્ડિસ સામેની સીરિઝમાં તે છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એન્ડરસને 2003માંથી આ જ ગ્રાઉન્ડમાંથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે 187 મેચમાં 700 વિકેટ ખેરવી ચૂક્યો છે. આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો એકમાત્ર ફાસ્ટ બોલર છે. આ વર્ષે ભારતમાં ધર્મશાલામાં આયોજિત ટેસ્ટમાં કુલદીપ યાદવને આઉટ કરીને એન્ડસરને 700 વિકેટ પૂરી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.