રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો - At This Time

રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો


અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં યુવકનું મૂંઢ માર મારી ગળું દબાવી હત્યા કરી ગળાફાંસો ખવડાવી લટકાવી દેતા 24 કલાક બાદ બીજો હત્યાનો ગુન્હો નોંધાયો
રાજુલા પોલીસએ હત્યાનો ગુન્હો નોંધ્યો આરોપીને પકડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાય
અમરેલી જિલ્લામાં આવેલ ભેરાઈ રોડ ઉપર લીલાપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ ભોળાભાઈ વેગડ ઉ.35 ડી.જે.સાઉન્ડનો ધંધો કરતા હતા પરંતુ તારીખ 09-05-2024 સવારે લાશ હોવાના સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જતા લાશ ગળાફાસો ખાધેલી નગ્ન હાલતમાં લાશ હોવાને કારણે પોલીસ ચોકી ઉઠી હતી જોકે પોલીસએ લાશને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને શરીર ઉપર કોઈ મોટા ઇજાના નિશાન નહિહ હોવાને કારણે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત કર્યાનું અનુમાન લગાવ્યું હતું ત્યારબાદ પરિવાર જનો દ્વારા મૃતકની હત્યા કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસએ પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી જોકે ભાવનગર ગઈ કાલે હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડી અંતિમ વિધિ કાલે કરવામાં આવી હતી આ ઘટનામાં અમરેલી SP હિમકર સિંહ દ્વારા ઘટનાને ગંભીરતા દાખવી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજુલા પોહચી તપાસમાં જંપલાવ્યું છે અને અલગ અલગ દિશામાં રાજુલા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ હાથ ધરી છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછ પરછ કરવામાં આવી રહી છે.
અંતે 2 દિવસ બાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો
રાજુલા પોલીસ મથકમાં મૃતકની પત્ની કૈલાસબેનએ ફરીયાદ આપી હત્યાનો ગુન્હો નોંધાવ્યો છે ફરીયાદી પત્ની પોતાના બાળકો સાથે વેકેશનમાં ગઈ હતી પતિ રમેશભાઈ ઘરે એકલા હતા અને અજાણીયા ઈસમો દ્વારા પતિનું ગળું દબાવી હત્યા કરી ઠેલ ઉપર લટકાવી ગળાફાસો આપી દીધો અને નગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી હાલમાં હત્યાનો ગુન્હો નોંધાતા ચકચાર મચી ગઇ છે.
5 દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી
પ્રથમ સાવરકુંડલા શહેરમા મહિલાની કરપીણ હત્યા કરી દેવાય પુત્ર વધુ અને વેવાણ દ્વારા હત્યાનું કાવતરું રચી કટર મશીનથી કરપીણ હત્યા કરી દેવાતા શહેરમસ ફફડાટ ફેલાયો હતો પોલીસએ આ મામલે 2 આરોપીની અટકાયત કરી હતી આજે વધુ એક રાજુલા હત્યાની ઘટના સામે આવતા 5 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવતા સાવરકુંડલા ડીવીઝનમાં કાયદો વ્યવસ્થાને લઈ મોટા સવાલો ઉઠી રહ્યા છે પોલીસથી ગુન્હેગારોમાં કોઈ ડર જ નથી વાંરવાર હત્યાઓ જેવા ગંભીર ગુન્હાઓ આચરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
સાવરકુંડલા ડિવિઝનમાં ડી.વાય.એસ.પી.નો મોબાઈલ નો રિપ્લે ...
સાવરકુંડલા ડીવીઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ગુન્હેગારો પોલીસને પડકાર ફેંકી ગુન્હાઓ આચરવાનુ શરૂ કરતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે 5 દિવસમાં બે બે હત્યાની ઘટનાઓને લઈ ચકચાર મચી છે રાજુલા હત્યાનો ભેદ અંકબંધ છે આરોપી સુધી પોહચી શકાયું નથી ત્યારે ડી.વાય.એસ.પી.નો સંપર્ક કરતા મોબાઈલ ફોન રિસીવ નહિ કરી સમગ્ર મામલે મીડિયા સાથે દૂર રહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.