ગોસા(ઘેડ) ગામે બાળ મંડપ ની ધાર્મિકતા સભર ઉજવણી કરાઇ - At This Time

ગોસા(ઘેડ) ગામે બાળ મંડપ ની ધાર્મિકતા સભર ઉજવણી કરાઇ


દરરોજ સવાર-સાંજ નીકળતા રામદેવપીરનાં સામૈયામાં બાળકો ઉસ્તાહભેર જોડાતા હતા.

ગોસા(ઘેડ)
તા.૧૧-૦૫-૨૦૨૪
પોરબંદર તાલુકા ના પોરબંદર –સોમનાથ નેશનલ હાઈ વે રોડ પર આવેલ ગોસા(ઘેડ )ગામે દાડમા ડાડા સીમ વિસ્તારમાં નાનાં નાનાં ભોલકાઓ દ્રારા અઢારેય આલામમાં પૂજનીય નકલંક નેજાધારી અને રણુજાના રાજા બાબા રામદેવ પીર મહારાજના બાળ મંડપ મહોત્સવનું આયોજન સવંત ૨૦૮૦ વૈશાખસુદ ત્રીજ(અખાત્રીજ) ના પવન દિવસે તા.૧૦/૦૫-૨૦૨૪ ને શુક્રવાર રોજ નાં કરવામાં આવ્યું હતું.
હિન્દુ-મુસ્લિમ સહિત અઢારેય આલમમાં પુજનિય શ્રી બાબા નકલંક નેજાધારી રામદેવજી મહારાજ જ્ઞાનયજ્ઞ મંડપ મહોત્સવનાં આયોજનો સોરઠ પ્રદેશમાં સવિષેશ મુખ્યત્વે ચૈત્રમાસ,વૈશાખમાસ અને જયેષ્ઠ માસમાં થતાં હોય છે. ગોસા(ઘેડ) ગામે દાડમા ડાડા સીમ વિસ્તારમાં નાનાં નાનાં ભોલકાઓ દ્રારા બાબા રામદેવપીર ના બાળ મંડપ મહોત્સવનાં કરેલા આયોજન સવંત ૨૦૮૦ને ચૈત્ર વદ દશમને શુક્રવાર ના રોજ માલદેભાઈ મોઢવાડીયા ની નિવાસ સ્થાન સામે આવેલી જગ્યામાં બાળ મંડપની સ્થપના કરવામાં આવી હતી.સ્થાપના થયેથી દરરોજ સવાર સાંજ રામદેવપીર મંડપ મહોત્સવના સામૈયા. આરતી પૂજન નાના નાના બાળકોમાં આર્યન માલદેભાઈ,આયુષ લાખાભાઈ,સાહત ભરતભાઈ,વિજય જીવાભાઈ,રૂદ્ર ભરતભાઈ,મંજુ અરભમભાઈ,પુજાઅરભમ,રણજીત મહેશ તેમજ જીયા ભીમાએ પુરી શ્રધ્ધાથી સ્થાપનાથી દાડમડાડા ના મંદિરે તેમજ અગાઉ થયેલ રમદેવપીરના મંડપની જગ્યાએ નાચતાં કુદતાં રામદેવપીરની જય ઘોષના નારા સાથે કરવામાં આવતાં હતાં. સ્થાપના થયેથી આઠમા દિવસે અખાત્રીજ દિવસે બાબા નકલંક નેજાધારી બાર બીજાના ધણી રામદેવપીર મહારાજના બાળ મંડપ પ્રાગટય( ખાડો) નાં શુભ મુહુર્ત નાં સમયે ડાદમા ડાડા સીમ વિસ્તારના લોકો તેમજ ગોસા ગામામાંથી આવેલા ભાવિકજનો ની ઉપસ્થિતિમાં સવાર મંડપ પ્રાગટય(ખડો)નો સમય થયો ત્યારે ઉપસ્થિત સૌ ભાવિકજનોના મુખેથી બાબા રામદેવપીર નાં જય જયકારના નારા સાથે ગુણગાન સાથે મંડપ પ્રાગટય(ખડો) કરવામાં આવેલ. સૌ ભાવીકજનોએ બાબા રામદેવપીર હજરા-હજૂર હોવાના અહેશાસ કરી દર્શન કરી સૌ કૃતજ્ઞ થયા હતા. અને રામદેવ પીરના મંડપ નાં પ્રસાદનો આશાસ્વાદ માણી ધન્યતા અનુંભવી હતી.બાળ મંડપ ના આ ધાર્મિક ઉત્સવ ને સફળ બનાવવા નાના નાના ભુલકાઓને માલદેભાઈ,ભરતભાઈ,સામતભાઈ,જીવાભાઈ ઓડેદરા,લખુભાઈ સહિતનાએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. જ્યારે બાળ મંડપ ને સોગઠ અને સ્થંભનો શણગારની વ્ય્વસ્થા વિરમભાઈ આગઠે તેમજ પ્રસાદની વ્યવસ્થા દેવદાસભાઈ મોઢવાડીયએ કરી આપી હતી. આજે બાળ મંડપની પુર્ણાહુતિ કરવામાં આવી હતી,
રિપોર્ટર વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.