*સુરેન્દ્રનગરના થાનગઢ મુકામે લાયન્સ કલબ ઓફ થાનગઢ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોના સમયમાં પ્રાભુપ્યારા થયેલા સર્વ સમાજના પિતૃ મોક્ષર્થે ધૂનનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ* ◼️
થાનગઢ ( થાન ) ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. આ શહેરના નાગરિકો ધર્મ પ્રત્યે આસ્થા - શ્રધ્ધા ધરાવનારા છે. અહીં પ્રસંગોપાત ધાર્મિક કાર્યક્રમ આયોજિત થતા હોય છે. તા. ૧૦મીને શુક્રવારે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિના દિવસે અત્રે સમસ્ત થાનગઢના દરેક વિસ્તારના થઈને આશરે ૩૦ મહિલા ધૂન મંડળ મળીને લાયન્સ કલબ ઓફ થાનગઢ સંચાલિત મુક્તિધામ ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂનનો બપોરે એક કલાકે પ્રારંભ થયો હતો અને રાત્રે ૮-૦૦ કલાકે પૂર્ણ થઈ હતી. સતત ૮ કલાક સુધી ધૂન અવિરત ચાલુ રહેતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. આજનું આ આયોજન કોરોનાકાળ પછીનું પ્રથમ આયોજન હતું. સર્વ સમાજના પિતૃ મોક્ષર્થે ધૂનનું આયોજન મુખ્ય હેતુ હતો. આમ પારિવારિક ભાવનાસભર નાગરિકો દ્વારા આવા સુંદર ધાર્મિક કાર્યક્રમ માટે થાનગઢ સુપ્રસિદ્ધ છે.
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.