સાબરકાંઠાના ખેડૂતો અખાત્રીજને નવું વર્ષ તરીકે ઉજવે છે આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે. - At This Time

સાબરકાંઠાના ખેડૂતો અખાત્રીજને નવું વર્ષ તરીકે ઉજવે છે આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે.


અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે. ત્યારે લોકો વણ જોયેલ મુર્હુત સમાન આજના દિવસે સોનું ખરીદે છે.પરંતુ સાબરકાંઠાના ખેડૂતો અખાત્રીજને નવું વર્ષ તરીકે ઉજવે છે આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે. જોઈએ કેવી રીતે થાય છે અહીં અખાત્રીજની ઉજવણી

સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે અખાત્રીજ એટલે નવું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે ખેડૂતો દ્વારા પોતાનો બળદ આધુનિક સાધન એટલે ટેકટર સહિતના સાધનો લઈ ખેતરમાં નવા વર્ષમાં મુરત કરવા ખેતરમાં મોટી સંખ્યામાં નાના બાળકો સહિત મહિલાઓ ઘરમાં જોતા હોય છે નાની બાળાઓના હાથે આધુનિક ટ્રેક્ટર અને બળદના મુરત કરી તે વિધિવત રીતે પૂજા અર્ચના કરતા હોય છે તમામ ખેડૂત ધરતીપુત્રો આવનાર સમયમાં સારો વરસાદ થાય અને સારા વરસાદને પગલે ધાન્ય અનાજ સારું પાકે અને ખેડૂતો સમૃદ્ધ થાય તે જ માટે ધરતીને પાંચ ધન અર્પણ કરી અને ખેડાન કરી પૂજા અર્ચના કરતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે.

એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહ્યા છે. કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે. અહીં થઈ રહી છે અખાત્રીજની જીવ સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે. અને આ પ્રારંભ ભગવાનના ખેતર થી શરૂ કરવામાં આવે છે. પુરુષોને મહિલાઓ ભગવાન યોગેશ્વર ના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે, ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય અને બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતર થી શરૂ કરવામાં આવે છે.

મધુસુદન સોની નિકોડા ખેડૂત : સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે..વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને પાંચ દાન વાવતા હોય છે જોકે આજથી 25 વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી જો કે સમય બદલાવતા હવે પશુ લુપ્ત થયા અને બળદોનું સ્થાન ટ્રેક્ટર ઓઇલ લીધું છે હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે. અને બાદમાં ભગવાનના ખેતરનું કીડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે..

અશોક પટેલ વડાલી સ્થાનિક : અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર નવું વર્ષ સારું જાય તે માટેનો મંગલ પ્રારંભ કરવાનો છે.. અને વણ જોયેલું મુર્હુત સથે ગામના અન્ય લોકોના સાથ સહકારથી નવું વર્ષનો પ્રારંભ પ્રકૃતિના પુજનથી કરી પોતાની પ્રકૃતિ પત્યેની આસ્થા - આદર પ્રગટ કરે છે.

રીપોર્ટ: આબીદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.