નવા સુરજદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ નીમિતે વાજતે ગાજતે અશ્વસ્વારો સાથે સૂર્યદેવની ભવ્ય શોભયાત્રા નીકળી
નવા સુરજદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ નીમિતે વાજતે ગાજતે અશ્વસ્વારો સાથે સૂર્યદેવની ભવ્ય શોભયાત્રા નીકળી
કાઠી ક્ષત્રિય સમાજના બલિદાન અને શોર્ય દિવસોની યાદમાં થતા ઉપાસના નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા સુરજદેવળ મંદિર મુકામે ઉપવાસ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણીની સમસ્ત શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ શ્રી નવા સુરજદેવળ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી સુર્યનારાયણ દેવ ના સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વે એટલે કે કાઠી દરબારોનો મોટામાં મોટો ઐતિહાસિક તહેવાર મુજબ.ભગવાન શ્રી સૂર્યનારાયણના આરાધના પર્વ એ ઉપવાસ પર્વે નિમિતે નાવા ગામેથી ભવ્ય થી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરેલ જેમાં અશ્વસ્વારો સાથે સૂર્યદેવ નો રથ વાજતે ગાજતે નવા સૂરજદેવળ મંદિર મુકામે પહોંચ્યો અને સુર્ય રથનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સુર્યરથ યાત્રામાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ આગેવાનો અને નવ યુવાનો જોડાયા હતા તેમજ વિશ્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે તેમજ તારીખ 10-05-2023 ને શુક્રવાર રોજ સાંજે ગૌશાળાના લાભાર્થે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં નામી અનામી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયતભાઈ ખવડ, બ્રિજરાજદાન ગઢવી, જીતુદાદ ગઢવી, બિરજુ બારોટ, રણજીતભાઈ વાંક, ઉદયભાઈ ધાધલ વગેરે કલાકારો ડાયરાની જમાવટ બોલાવશે આ ભવ્ય આયોજનમાં શ્રી નવા સુરજદેવળ મંદિર ટ્રસ્ટ અને સુર્ય યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૂર્ય યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રતિનિધિ વનરાજભાઈ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.