મતદાન મથકો પર છાયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવસ્થા, પેરા મીલીટરી ફોર્સની 12 કંપની સાથે 250 માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત - At This Time

મતદાન મથકો પર છાયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવસ્થા, પેરા મીલીટરી ફોર્સની 12 કંપની સાથે 250 માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત


રાજકોટ લોકસભા બેઠકમાં 2,036 મતદાન મથકો આવેલા છે. જેમાં 15,000થી વધુ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ગરમીને કારણે આજે સવારે 6 વાગ્યાથી મતદાન મથકો પર EVM મશીન મોકલવા માટે સ્ટાફને બોલાવી લેવામાં આવેલો છે. સાહિત્યનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને ઝડપથી EVM મતદાન મથકો પર કર્મચારીઓ મારફત રવાના કરવામાં આવશે. પેરા મીલીટરી ફોર્સની 12 જેટલી કંપની રાજકોટમાં આવી પહોંચી છે તે સિવાય 1,052 મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ થવાનું છે. 250થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર સંવેદનશીલ વિસ્તારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથક પર છાયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવ્સ્થાઓ પણ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.