અરવલ્લી ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી યોજાઇ. - At This Time

અરવલ્લી ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી યોજાઇ.


અરવલ્લીમાં ૧૦૦% મતદાન માટે સફળ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને દિવ્યાંગ મતદારો માટે તમામ સુવિધાઓ મતદાન મથક ઉપર કરવામાં આવી છે:જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક.

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.
અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.

દિવ્યાંગ વ્યક્તિઓમાં ચૂંટણી અંગેની જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણી માધ્યમથી તેમના હકોને પુરાવા આપવામાં આવે છે અને તેમની આવશ્યકતાઓને માન્યતા મળે છે ચૂંટણી જાગૃતિ અથવા સમાજની જાગૃતિ વધારવામાં મદદ કરે છે કે કોઈ પણ પ્રગતિશીલ સમાજનો ભાગ બની શકે. ચૂંટણી જાગૃતિ દિવ્યાંગ વ્યક્તિઓને તેમના સમાજમાં એક જીવન જીવવા અને વિકાસ કરવાની સુરક્ષિત અને સમાવેશનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરવાનો અવસર આપે છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રશસ્તી પારિક દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોની સુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે મતદાનના દિવસે બુથ ઉપર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગો માટે એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને તમામને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.