રાજકોટમાં લોકસભા ચૂંટણીમાં મતદાન મથકોએ ORS-મેડીકલ કીટ રાખવા કલેકટરની સૂચના, 200 મતદાન મથકો પર એર કૂલર મૂકાશે
રાજકોટ લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે 5 જ દિવસ બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી હોવાથી હિટવેવ સામે એલર્ટ સ્વરૂપે મતદાન મથકોએ ORS - મેડીકલ કીટ રાખવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે તો 200 મતદાન મથકોએ એર કૂલર રાખવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે ગરમીને કારણે 67 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે. આ વચ્ચે વહિવટી તંત્ર દ્વારા મતદાર સ્લીપનું 87 ટકા વિતરણ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.