હિંમતનગરમાં મતદાર જાગૃતિ રેલી યોજાઇ......... અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા - At This Time

હિંમતનગરમાં મતદાર જાગૃતિ રેલી યોજાઇ……… અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા


હિંમતનગરમાં મતદાર જાગૃતિ રેલી યોજાઇ.........
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગરના મહાવીનગર સર્કલ રિવરફ્રન્ટ થી મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, આસિસ્ટન્ટ ગાઈડ કમિશનર નિપૂર્ણાબેન શાહ, ઓર્ગેનાઈઝર ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ, કબ બુલબુલ કમિશનર કલ્પનાબેન નીનામા, રેંજર લીડર કૈલાસબેન નીનામા, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયના આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ, શૈક્ષિક સંઘ ના પ્રમુખ મિતેશભાઈ ભટ્ટ, પંકજભાઈ મહેતા, જે. ડી. પટેલ, મુકેશભાઈ પટેલ, મયુરભાઈ ભટ્ટ, તથા જૈનાચાર્ય વિદ્યાલયનો પ્રાથમિક સ્ટાફ અને ગ્રામજનો જોડાયા હતા. આ મતદાર જાગૃતિ અભિયાન રેલી માં જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય અને મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો જોડાયા હતા. નિષ્પક્ષ અને સો ટકા મતદાન થાય તે દૃષ્ટિએ મહાવીર નગર વિસ્તારમાં અને દરેક ફળિયામાં, શેરીઓમાં અને ગલીઓમાં મતદારોને જાગૃત કરવા માટે લોકશાહીમાં મતદાન એ શ્રેષ્ઠ દાન છે એ સંદેશ સાથે રેલી સ્વરૂપે મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.