ગરમીએ માઝા મૂકી - At This Time

ગરમીએ માઝા મૂકી


ગરમીએ મૂકી માઝા; હવામાન વિભાગની હીટવેવની આગાહી

પોરબંદર સહિત રાજ્યભરમાં સાલ ઉનાળાએ પોતાનો અસલ મિજાજ દેખાડવાનું ખબરપત્રી- પોરબંદર શરૂ કર્યું હોય તેમ આરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. મંગળવારે પોરબંદેરમાં તાપમાનનો પારો ૩૬.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો, તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે.

પરબંદર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ યલો એલર્ટ : પોરબંદરમાં ૩૬.૪ડિગ્રીએ તાપમાન પહોંચતા લોકો પરસેવે નહાયા

વિભાગની આગાહી જણાવ્યા મુજબ આગામી ૪ દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ રહેશે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રણ દિવસ બાદ હજુ પણ ૨થી ૩ ડિગ્રી તાપમાનનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છેકે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરીછે. જેમાં ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની ખાસ સંભાવના જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.