અરવલ્લીમાં ૧,૧૨,૨૨૪ બહેનો માસ મહેંદી મતદાન જાગૃતિ અભિયાનમાં મહેંદી લગાવીને સહભાગી બની.
અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન.
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.
અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.
અરવલ્લીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મોડાસા સહિત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં ૧,૧૨,૨૨૪ બહેનોએ માસ મહેંદી યોજીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો,જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને મતદાનના અનેક સૂત્રોથી મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને. શપથ લઈને ૧૦૦% મતદાન કરી , બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાના સંકલ્પ લીધો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.