વિસાવદર પ્રાંત અધિકારીની ઓફીસ આગળના સ્પીડ બ્રેકરને કારણે વધુ એક અકસ્માત
પ્રાંત અધિકારીની ઓફીસ આગળના સ્પીડ બ્રેકરને કારણે વધુ એક અકસ્માતઆજરોજ પ્રાંત અધિકારીની કચેરીની સામે રોડ પર આવેલા ગતિ અવરોધકને કારણે ફરી એક અકસ્માતમાં એક આડેધ મહિલા ઈજાગ્રસ્ત થયેલા છે.વારંવાર રજુઆત છતાં કોઈ અધિકારીઓ દ્વારા આ સ્પીડ બ્રેકર માટે કોઈ કાયૅવાહી કરેલ નથી.ત્યારે આ માટે હવે લડતના એંધાણ થઈ રહ્યા છે કોઈપણ ધારાધોરણ વગર બનેલા આ ગતિ અવરોધક એ કોના ભેજાની ઉપજ છે તે સમજાતું નથી.જો પ્રાંત અધિકારીની કચેરી ના માણસો ને જોડતો આ રોડ હોય અને તેઓને અકસ્માતનો ભય લાગતો હોય તો તે રોડ પર સ્પીડ બ્રેકર બનાવે તેના બદલે સ્ટેટ હાઇવે પર ગતિ અવરોધક રાખવાની શું જરૂર છે.જો વળાંકો હોય તો ત્યાંના વૃક્ષોને પ્રોનિગ કરાવવા જરુરી છે તેના બદલે પ્રખર બુદ્ધિશાળી ચાર પાંચ લોકોના કહેવાથી આ ગતિ અવરોધક ની ઉત્પતિ થયેલ છે.દિવસભર ભરચક્ક વાહનવ્યવહાર માટે આ ગતિ અવરોધક ખૂબ જ માથાના દુઃખાવા સમાન છે.લોકોની મુશ્કેલીઓમાં વધારો કરતો આ ગતિ અવરોધક મુદે રજૂઆત બાદ પણ બહેરાશ છે કે પછી મદ માં ફરતા તંત્રને કોઈ પરવા નથી એવું લોકો ચર્ચા કરી રહ્યા છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.