સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ - ગીર સોમનાથ,તા.૧: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી - At This Time

સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ ——— ગીર સોમનાથ,તા.૧: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી


સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ
---------
ગીર સોમનાથ,તા.૧: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

‘મતદાન અચૂક કરો', ‘મતદાન મેરા અધિકાર', 'વોટ ફોર નેશન', 'ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ', 'આઈ એમ રેડી ટૂ વોટ' જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓ દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.

જિલ્લાનાં નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવા શુભ હેતુસર માટે વેરાવળ, કોડિનાર, ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારની વિવિધ જગ્યાઓએ હાથમા મહેદીં મૂકીને મતદાન જાગૃતિ કરવામાં આવી હતી અને મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાન કરવાના શપથ લીધાં હતાં.
00 000 00


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.